સમાચાર

રાજુલાનાં મેરીયાણા ગામની સીમમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમીઓ ઝડપાયા

રાજુલાનાં મેરીયાણા ગામની સીમમાં જુગાર રમતા 4 પત્તાપ્રેમીઓ ઝડપાયા

અમરેલી, તા. ર3

અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર પી.એન. મોરીની રાહબરી નીચે એલસીબી ટીમે બાતમીવાળી જગ્‍યાએ રેઈડ કરતા કુલ 4 ઈસમો રોકડ રકમ તથામોટર સાયકલ તથા જુગારના સાહિત્‍ય સાથે પકડાઈ ગયેલ અને 3 ઈસમો નાશી ગયેલ હોય જે તમામ ઈસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે અને નાશી ગયેલ ઈસમોને હસ્‍તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઈસમોમાં (1) મહેશભારથી મહાદેવભારથી ગૌસ્‍વામી, (ર) મગનભાઈ શામજીભાઈ સોલંકી, (3) ધીરૂભાઈ રામભાઈ મોભ, (4) જયેશભાઈ રામભાઈ પટેલ.

રેઈડ દરમ્‍યાન નાશી ગયેલ ઈસમ : (1) નનકુભાઈ બાવભાઈ ઝાઝડા, (ર) ભીમભાઈ જીવણાભાઈ ઝાઝડા, (3) ભયલુભાઈ કેશુભાઈ ઝાઝડા.

પકડાયેલ મુદામાલમાં રોકડા રૂા. રર,4પ0 તથા મોટર સાયકલ નંગ-3 કિંમત રૂા. 60 હજાર તથા એક હાથબતી કિંમત રૂા. 100 તથા ગંજીપતાના પાના નંગ-પર મળી કુલ કિંમત રૂા. 8ર,પપ0નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: