સમાચાર

ખાંભા-સાવરકુંડલા માર્ગ ઉપરથી જામગરી બંદુક સાથે 1ની અટકાયત

ખાંભા-સાવરકુંડલા માર્ગ ઉપરથી જામગરી બંદુક સાથે 1ની અટકાયત

અમરેલી, તા.ર3

એસ.ઓ.જી. શાખાના પો.સ.ઈ. એમ.એ. મોરી તથા એસ.ઓ.જી. ટીમ, એ.ટી.એસ. ચાર્ટર લગત ખાંભા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકીકત મળેલ કે ખાંભા તાલુકાના ભાડ ગામથી થોડે દૂર સાવરકુંડલા રોડ પર આવેલ નદીના પુલ પાસે એક માણસ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર (અગ્નિશસ્‍ત્ર)રાખી ઉભો છે. અને તે કોઈ ગુન્‍હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંધાને બાતમીવાળી જગ્‍યાને કોર્ડન કરી રેઈડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્‍ત્ર હથિયાર) સાથે યાસીનભાઈ હબીબભાઈ ચૌહાણ (ઉ.વ.ર0) ધંધો મજૂરી, રહે. સાવરકુંડલાને ઝડપી લીધો હતો. મજકુર પકડાયેલ ઈસમના કબ્‍જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્‍ત્ર હથિયાર) કિંમત રૂા. પ00ના મુદામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઈસમ વિરૂઘ્‍ધ આર્મ્‍સ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્‍હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: