સમાચાર

અમરેલી જિલ્‍લા આત્‍મનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ તરીકે હસમુખ પટેલની પુનઃ વરણી

અમરેલી જિલ્‍લા આત્‍મનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ તરીકે હસમુખ પટેલની પુનઃ વરણી

અમરેલી, તા.ર3

તાજેતરમાં અમરેલી જિલ્‍લા આત્‍મનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારોની કાર્યઅવધી પૂર્ણ થઈ જતા કોરકમિટીની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે હસમુખ પટેલની પુનઃ બિનહરીફ વરણી કરવામાં આવી.

અમરેલી જિલ્‍લા આત્‍મનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે હસમુખ પટેલની સતત ત્રીજી વખત નિમણૂંક થઈ છે. શાળા સંચાલકો નાના-મોટા પ્રશ્‍નો બાબતે સતત કાર્યશીલ અને યુવા કેળવણીકાર હસમુખ પટેલની પ્રમુખ તરીકેની વરણીને આવકાર મળી રહયો છે.

જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના મહામંત્રી તરીકે ભરતભાઈ વાળાની નિમણૂંક કરવામાં આવી.

ઉપપ્રમુખ તરીકે દિપક વઘાસીયાની પણ પુનઃ વરણી કરવામાં આવી તેમજ પંકજ મહેતા ઉપપ્રમુખ તરીકે કોર કમિટીએ હોદા જોગ સંચાલકોને નિમણૂંક આપતા તમામ શાળાઓ અને અગ્રણીઓમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

error: Content is protected !!
%d bloggers like this: