સમાચાર

રાજયની ગૌશાળાને કાયમી ધોરણે પશુ દીઠ સહાય આપવા માંગ

રાજયની ગૌશાળાને કાયમી ધોરણે પશુ દીઠ સહાય આપવા માંગ

પૂર્વ મંત્રીબાવકુભાઈ ઉંઘાડે કરી રજૂઆત

વડીયા, તા.રર

ગુજરાતની વર્તમાન સરકાર દ્વારા કોરોના કાળમાં લોકોની સાથે ગૌશાળાની પણ દરકાર કરી છે. વડીયાની ગોવર્ધન ગૌશાળાની મુલાકાત સમયે ગૌશાળાના ટ્રસ્‍ટીઓ દ્વારા જમીન વિહોણી ગૌશાળાની કોરોના કાળમાં દાન ઓછું થતા ખૂબ મુશ્‍કેલી પડી રહી છે. આ બાબતની રજૂઆત પૂર્વ મંત્રી બાવકુ ઉંઘાડને કરતા તેમને રાજયના મુખ્‍યમંત્રી, નાણાંમંત્રી અને પશુપાલન મંત્રીને પત્ર લખી કાયમી ધોરણે ગૌશાળાને પશુ દીઠ રપ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે. ગૌમાતા માટે એક નિઃસ્‍વાર્થ પુણ્‍યનું કામ કરવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંઘાડ દ્વારા રજૂઆત    કરાઈ છે.

error: Content is protected !!
%d bloggers like this: