સમાચાર

ધારી બેઠકમાં મુખ્‍ય ચૂંટણીજંગ રૂપાણી અને ધાનાણી વચ્‍ચે જામશે

રાજયનાં ટોચનાં ર નેતાઓ વચ્‍ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે

ધારી બેઠકમાં મુખ્‍ય ચૂંટણીજંગ રૂપાણી અને ધાનાણી વચ્‍ચે જામશે

ધારી બેઠકનાં ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારની હારજીત ટોચનાં નેતાઓની શકિત દર્શાવશે

મુખ્‍યમંત્રી રૂપાણી આગામી દિવસોમાં બગસરા ખાતે પ્રચારઅર્થે આવી રહૃાાં છે

વિપક્ષી નેતા છેલ્‍લા 3 દિવસથી સતત ધારી પંથકનો પ્રવાસ કરીને રણનીતિ બનાવી રહૃાા છે

અમરેલી, તા. 17

ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંટણીએ માત્ર ભાજપ-કોંગ્રસનાં સ્‍થાનિક ઉમેદવારો વચ્‍ચે નહી લડાઈ મુખ્‍ય ચૂંટણીજંગ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્‍ચે જ જામશે. કારણ કે વિપક્ષી નેતાનું વતન છે તો મુખ્‍યમંત્રીને તેમની શકિત બતાવવી જરૂરી છે. એટલા માટે ધારી સહિતની તમામ 8 બેઠકો પર કોઈપણ સંજોગોમાં ભાજપનાં ઉમેદવારોને વિજેતા બનાવવા જરૂરી છે.

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની કાર્યશૈલીથી ભાજપનાં અનેક કદાવર આગેવાનો ખાનગીમાં નારાજ જોવા  મળી રહૃાા છે. પરંતુ નરેન્‍દ્ર નરેન્‍દ્ર મોદી અને અમિત શાહનાં કારણે કોઈપણ આગેવાન મુખ્‍યમંત્રી સામે ચું કે ચા કરી શકતા નથી. તેવા સમયે વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં અપેક્ષા કરતાં વિપરિત પરિણામ આવે તો જ મુખ્‍યમંત્રી રૂપાણીને ઘેરી શકાય તેમ હોવાથી મુખ્‍યમંત્રી આકાશ-પાતાળ એક કરીનેતમામ બેઠકો પર ભાજપને વિજય અપાવવા મહેનત કરી રહૃાા છે.

જેમાં ધારી-બગસરા બેઠક પર વિજય મેળવવા માટે ખુદ મુખ્‍યમંત્રી રૂપાણીની સીધી નજર મંડાયેલી છે અને તેમના ખાસ વફાદાર ધનસુખ ભંડેરી અને ધર્મેન્‍દ્રસિંહ જાડેજાને સતત સમગ્ર પંથકમાં પ્રવાસ માટે દોડાવી રહૃાા છે. કારણ કે અમરેલી જિલ્‍લો હંમેશા સરકાર કે મુખ્‍યમંત્રીને બદલવા અગ્રેસર રહેતો હોય છે અને મુખ્‍યમંત્રી રૂપાણી પણ અમરેલીની તાસીર સારી રીતે જાણી ગયા છે.

બીજી તરફ વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં પક્ષમાં અનેક વિરોધી છે તેઓ પણ વિપક્ષી નેતા ધાનાણીનાં હોમ ગ્રાઉન્‍ડની બેઠક કોંગ્રેસ ગુમાવે તો વિપક્ષી નેતાની ખુરશી ડગમગે તેમ છે તેવું માની રહૃાા હોવાથી વિપક્ષી નેતા પણ જાણે છે કે ધારી બેઠક પર ગમે તે સંજોગોમાં વિજય મેળવવો જરૂરી છે. એટલા માટે તેઓ સતત 3 દિવસથી ધારી-બગસરા-ખાંભા પંથકનો વિદ્યુતવેગી પ્રવાસ કરીને કાર્યકરો અને આગેવાનોને માર્ગદર્શન આપી રહૃાા છે તો મુખ્‍યમંત્રી રૂપાણી પણ આગામી દિવસોમાં બગસરા ખાતે ચૂંટણી પ્રચારઅર્થે આવી રહૃાા છે. આમ ધારી બેઠકનાં સ્‍થાનિક ઉમેદવારો માત્ર મ્‍હોરા બની રહૃાા છે. મુખ્‍ય ચૂંટણીજંગ રાજયનાં ટોચનાં બન્‍ને આગેવાનો વચ્‍ચે ખેલાવાનો હોય સમગ્ર રાજયની નજર ધારી બેઠક પર મંડાયેલી છે.

error: Content is protected !!
%d bloggers like this: