સમાચાર

અમરેલીની સિવિલ હોસ્‍પિટલનાં તબીબી સ્‍ટાફે દેવદુત બનીને કોરોના પોઝિટિવ સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી

જયારે કોઈખાનગી તબીબ સારવાર કરવા તૈયાર ન થાય તેવા સમયે

અમરેલીની સિવિલ હોસ્‍પિટલનાં તબીબી સ્‍ટાફે દેવદુત બનીને કોરોના પોઝિટિવ સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી

સગર્ભા મહિલાએ ર બાળકો અને 1 બાળકીને જન્‍મ આપ્‍યો

અમરેલી, તા.17

અમરેલીની સિવિલ હોસ્‍પિટલના તબીબી સ્‍ટાફે આજે દેવદુત બનીને એક કોરોના પોઝિટિવ સગર્ભાની સફળ રીતે પ્રસૂતિ કરાવીને ઈશ્‍વર પછીનું સ્‍થાન સમાજમાં તબીબોનું જ હોય છે સાબિત કર્યું હતું.

વિગત એવા પ્રકારની છે કે અમરેલીની એક મહિલા સગર્ભા બન્‍યા બાદ તેમની તબિયત લથડતા સૌ પ્રથમ તેનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્‍યા બાદ, તેણીનો પેટમાં 8 માસનો ગર્ભ હોય ઓપરેશન કરવા સિવાય કોઈ વિકલ્‍પ ન રહેતા સિવિલ હોસ્‍પિટલના સંચાલક પિન્‍ટુભાઈ ધાનાણીએ મહિલાને રીફર કરવાના બદલે શાંતાબા જનરલ હોસ્‍પિટલમાં જ પ્રસૂતિ કરવાનો નિર્ણય કર્યો અને હોસ્‍પિટલના ડો. વિજય વાળા, ડો. ધુતી મેડમ, ડો. સંજય સોલંકી, ડો. શ્રઘ્‍ધા મેડમ અને સ્‍ટાફ સિસ્‍ટર પ્રિયંકાબેન, સ્‍ટાફ બ્રધર કેવલભાઈ અને પ્‍યુન વર્ષાબેન માવડીયાની મહેનત રંગ લાવીને અને 1 બાળકીને જન્‍મ આપેલ. હાલ તમામની તબિયત સારી હોવાનું જાણવા             મળેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: