સમાચાર

ફિલ્‍મી સફર

પ્રકરણ-11

પ્રિય વાચકમિત્રો,

ફિલ્‍મી સફરમાં હાલ આપણે 1941ના ફિલ્‍મોની વાત કરી રહયા છીએ તે આગળ ચલાવીએ તે પહેલા 1941 તથા તે પહેલા હિન્‍દી સિનેમાના જાણીતા કલાકારો જે પ્રવેશ કરી ચૂકયા છે તેમની વિશેનો પરિચય કેળવીશું.

ઓમપ્રકાશ : જમ્‍મુ કાશ્‍મીરમાં જન્‍મેલા 19-1ર-19ના રોજ ઓમપ્રકાશ બક્ષી જાતે કાશ્‍મીરી પંડિત હતા. ભારતના આઝાદી પછીના ભાગલાથી તેઓ દિલ્‍હી ત્‍યાંથી મુંબઈ આવ્‍યા. તે પહેલા તેઓ 1937માં પંજાબમાં ઓલ ઈન્‍ડિયા રેડિયો પર નાસીક રપ રૂા.થી કાર્યક્રમો આપતા હતા. ત્‍યારબાદ નિર્માતા દલસુખ પંચોલીએ તેમને ફિલ્‍મ ભભદયાભભમાં એક નાની ભૂમિકા આપી. મૂક ફિલ્‍મોમાં પણ તેમણે ભૂમિકાઓ કરી ત્‍યારબાદ ઘણા સંઘર્ષ પછી તેઓ હિન્‍દી સિનેમામાં પ્રથમ ખલનાયક ત્‍યારબાદ ચરિત્ર અભિનેતા તરીકે જાણીતા થયા. તેમની ચર્ચા તેમની ફિલ્‍મો દરમિયાન કરતા રહેશું.

જાનકીદાસ : લાહોરમાં 1910માં જન્‍મેલા જાનકીદાસ મહેરાએ 1930થી 1997 સુધીમાં આશરે હિન્‍દી પ્રાદેશિક ફિલ્‍મોને લઈ 1000 જેટલી ફિલ્‍મોમાં કામ કર્યું છે. તેઓ પ્રાદેશિક ફિલ્‍મોની 1941ની ભભખજાનચીભભ ફિલ્‍મથી હિન્‍દી સિનેમામાં પ્રવેશ કર્યો તેઓ જાણીતા ચરિત્ર અભિનેતા તથા ખલનાયક તરીકે પ્રખ્‍યાત થયા.

ડેવિડ : મુંબઈ થાણેમાં 1908માં જન્‍મેલા ડેવિડ અબ્રાહમ 1937માં ઝમ્‍બો તથા 1941માં નયાસંસાર, અંજાન ફિલ્‍મોથી પ્રવેશ લીધો પણ સફળતા 19પ4માં બુટ પોલીસથી મળી.

કવિપ્રદિપ : રામચંદ્ર નારાયણજી દ્વિવેદીનો 6-ર-191પના રોજ જન્‍મ થયો. તેમને 1997માં દાદાસાહેબ ફાલકે એવોર્ડ પ્રાપ્‍ત થયેલ છે. તેમની પ્રથમ ફિલ્‍મ 1939ની ભભકંગનભભ છે. તેઓ એક ખ્‍યાતનામ કવિ તરીકે ગીતકાર તરીકે પ્રસિઘ્‍ધ પામ્‍યા છે.

એસ.એન. ત્રિપાઠી : શ્રીનાથ ત્રિપાઠીનો જન્‍મ વારાણસીમાં 14-1ર-1રના રોજ થયો. ચંદન ફિલ્‍મથી 1941થી તેમણે સંગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરી. તથા અભિનેતા તરીકે 1936માં જીવન નૈયાથી 1984 સુધી અભિનય પણ કરેલ છે. 19પ7ની રાની રૂપમતીથી દિગ્‍દર્શક પણ થયેલ છે.

અશોકકુમાર : અશોકકુમાર 1941ના સમયમાં સફળ કલાકાર, હીરો તરીકે પ્રસ્‍થાપિત થઈ ચૂકયા હતા. તેમની 3 હીટ ફિલ્‍મોની વાત કરીએ તો.

નયા સંસાર : બોમ્‍બે ટોકિઝના નિર્માણ તથા એન.આર. આચાર્યના દિગ્‍દર્શનમાં ખ્‍વાજા અહેમદ અબ્‍બાસની વાર્તા તથા સંવાદ, સરસ્‍વતી દેવીનું સંગીત તથા પ્રદિપજીના ગીતોથી અશોક કુમાર, રેણુકા દેવી, ડેવિડ, મુબારક, વી.એચ. દેસાઈ, સુરેશ, પી.એફ. પીઠાવાલાથી અભિનિત આ ફિલ્‍મ સફળ રહી. ત્‍યારે ફિલ્‍મ ફેર એવોર્ડ ફિલ્‍મોને મળતા જેમાં બેસ્‍ટ સ્‍ક્રિન પ્‍લે ખ્‍વાજા અહેમદ અબ્‍બાસને એવોર્ડ પ્રાપ્‍ત થયેલ હતો. ફિલ્‍મની કથા એક પત્રકાર તથા તેના પ્રણયના કારણે થતાસંઘર્ષ પર આધારીત હતી. અશોક કુમારના યુવા પત્રકારના અભિનયથી ફિલ્‍મે સફળતા પ્રાપ્‍ત કરેલ હતી.

અંજાન : અમીયા ચક્રવર્તીના નિર્દેશન, સ્‍ક્રિન પ્‍લે, કહાની તથા બોમ્‍બે ટોકિઝના બેનરમાં પ્રાણલાલ ઘોષનું સંગીત તથા કવિ પ્રદિપના ગીતો તથા અશોક કુમાર, દેવીકા રાણીના કંઠે ગવાયેલ ગીતોથી ફિલ્‍મ સફળ રહી. 1936થી 1941 દરમિયાન અશોક કુમાર- દેવીકા રાણીની આ સતત આઠમી ફિલ્‍મ સફળ રહી હતી. અશોક કુમાર, દેવીકા રાની, ડેવિડ, ઓમપ્રકાશ, ગીરીશ, વી.એચ. દેસાઈ, સુરેશ, પી.એફ. પીઠાવાલા, સૈયદ મુખ્‍તાર, ગુલાબથી અભિનિત આ ફિલ્‍મ એક પ્રણય કથા હતી. જેમાં અશોક કુમારે એક ડોકટરનું પાત્ર ભજવેલ હતું. પણ તેની પર હત્‍યાનો આક્ષેપ થતા કોર્ટમાં તેમણે જ વકીલ જેવી પ્રતિભા બતાવી પોતાને નિર્દોષ સાબિત કરતો અભિનય કરેલ હતો. તેમના અભિનયની ભારોભાર પ્રશંસા થયેલ હતી.

ઝૂલા : શશધર મુખર્જીના નિર્માણ તથા જ્ઞાન મુખર્જીના નિર્દેશનમાં તથા જ્ઞાન મુખર્જીની કહાની સ્‍ક્રિન પ્‍લે, સંવાદ, આર.ડી. પરનાજાની સિનેમા ઓટોગ્રાફી, સરસ્‍વતી દેવીનું સંગીત, કવિ પ્રદિપના ગીત તથા અશોક કુમારના કંઠે ગવાયેલ ગીતો જેમ કે ભભના જાને કિધર આજ મેરી નાવ ચલી રેભભથી આ ફિલ્‍મને યાદ કરી શકાય છે. અશોક કુમાર, લીલા ચીટનીસ, શાહનવાઝ, વી.એચ. દેસાઈ, મુમતાજ અલી, કરૂણાદેવી, મીનુ કપૂરથી અભિનિત આ ફિલ્‍મ 1941ની સફળ ફિલ્‍મોની એક ગણાય છે. ફિલ્‍મ એક ઝૂલા પર ઝૂલતી કન્‍યા તથા ફોટોગ્રાફર જે પાછળથી ગામનો જમીનદાર જ સાબિત થાય છે. તથા બે ભાઈઓના સંઘર્ષની      કથા છે.

કે.એલ. સાયગલની લગન : ન્‍યુ થિયેટરના બેનરમાં નિતિન બોઝના નિર્દેશનમાં બિનોય ચેટર્જીની કહાની, નિતિન બોઝની સિનેમા ઓટોગ્રાફી, આર.સી. બોરલનું સંગીત, આરઝુ લખનવી તથા પંડિત મધુરના ગીત તથા કે.એલ. સાયગલના કંઠે ગવાયેલ ગીતો જેમાં ભભહટ ગઈ લો કારી ઘટાભભ, ભભયે કૈસા અન્‍યાય દાતાભભ, ભભમેં સોતે ભાગ જગા દુંગાભભ, ભભકૈસે કાટે રતીયા બાલમભભ તથા કાનન દેવીના કંઠે ગવાયેલ ગીત ભભહમારી લાઝ નિભાવો સ્‍વામીભભ જેવા ગીતોથી તથા કાનન દેવીના અભિનય જેમને બંગાલ ફિલ્‍મ એસો. દ્વારા સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્‍ત થયેલ તેવી કે.એલ. સાયગલ, કાનન દેવી, નવાબ રહેમત ખાતુન, જગદીશ શેઠીથી અભિનિત આ ફિલ્‍મ ભભલગનભભ 1941ની સૌથી સફળ ફિલ્‍મ ગણાય છે.

આ ફિલ્‍મની કથાની પ્રેરણા લઈ મહાન કલાકાર, નિર્દેશક, નિર્માતા ગુરૂદતે 19પ6માં ભભપ્‍યાસાભભ ફિલ્‍મ બનાવી હતી. ફિલ્‍મની કથા કાનન દેવી, કે.એલ. સાયગલની કૃતિ કોલેજમાં રજૂ કરે છે. ત્‍યારબાદ કે.એલ. સાયગલ જાણીતા પ્રખ્‍યાત કવિ તરીકે ખ્‍યાતિ પામે છે. અને કાનન દેવીને નવાબએક પ્રખ્‍યાત ગાયિકા બનાવે છે. સાથોસાથ બંને લગ્ન પણ કરી લે છે. સાયગલની કાનન દેવી વચ્‍ચે પણ કૂણી લાગણીઓ જન્‍મે છે. અંતે સાયગલ કાનન દેવીને કહે છે કે તે માત્ર તેને શિષ્‍યા માને છે. તેની જિંદગીમાંથી વિદાય લે છે. આ ફિલ્‍મ સફળ રહી.

પૃથ્‍વીરાજ કપૂર : પૃથ્‍વીરાજ કપૂરની જે ફિલ્‍મો આવી તેમાં બે ફિલ્‍મો સફળ રહી.

રાજ નર્તકી : મધુ બોઝના દિગ્‍દર્શન, વાડિયા મુવીટોનના બેનરમાં તિમીર બરાનના સંગીતમાં સાધના બોઝ, પૃથ્‍વીરાજ કપૂર, પ્રતિમા ગુપ્‍તાથી અભિનિત આ ફિલ્‍મ તેના ગીત-નૃત્‍યોના દ્રશ્‍યોથી સફળ રહી.

સિકંદર : સોહરાબ મોદીના નિર્દેશન, નિર્માણ હેઠળ ભભસિકંદરભભ ફિલ્‍મે ત્‍યારે તરખાટ મચાવ્‍યો હતો. બીજા વિશ્‍વયુઘ્‍ધ તથા ભારત છોડોનું દેશભકિતનું વાવાઝોડું દેશમાં ફરી વળ્‍યું હતું. ત્‍યારે સિકંદર તથા રાજા પોરસની આ કથા દેશભકિતના વાવાઝોડાને વધુ હવા આપી રહી હતી. ત્‍યારે બ્રિટીશરોએ આ ફિલ્‍મ પર પ્રતિબંધ લગાવવો પડયો હતો. ફિલ્‍મના નિર્માણમાં પ્રથમવાર હજારોની સંખ્‍યામાં હાથી, ઘોડાઓ ફિલ્‍મના શૂટીંગ દરમિયાન એકઠા કરવામાં આવ્‍યા હતા. યુઘ્‍ધના દ્રશ્‍યો સંપૂર્ણ રીતે ફિલ્‍માંકન કરી શકાય તેવી વ્‍યવસ્‍થા સોહરાબ મોદીએ કરી હતી. આ ફિલ્‍મની 196પમાં કલર ફિલ્‍મ ભભસિકંદરે આઝમભભ નામથી રીમેક બનાવવામાં આવી હતી. જેમાં પણ પૃથ્‍વીરાજકપૂરે અભિનય આપેલ હતો. ફિલ્‍મમાં સોહરાબ મોદી (રાજા પોરસ), પૃથ્‍વીરાજ કપૂર (સિકંદર), વનમાલા મીના, કે.એન. સીંગ, સાદિક અલી, શીલા, ગજેન્‍દ્રસિંહ, લાલા યાકુબ વગેરે કલાકારોએ અભિનયના કામણ પાથર્યા હતા.

ફિલ્‍મની કથા એલેકઝાંડર (સિકંદર)ની ભારત પરના ઈ.સ. 3ર6માં કરવામાં આવેલ આક્રમણની છે. સિકંદર વિશ્‍વ વિજેતા થઈ ભારત પહોંચ્‍યો ત્‍યારે રાજા પોરસે બીજા રાજાઓની મદદ લઈ તેની સાથે યુઘ્‍ધ કર્યું ને હારી ગયા. પણ જયારે કૈદી રાજા પોરસને સિકંદરે કહયું કે ભભતમારી સાથે કેવો વ્‍યવહાર કરવો ?ભભ ત્‍યારે રાજા પોરસે કહયું કે ભભએક રાજા જે બીજા રાજા સાથે વ્‍યવહાર કરે તેવો વ્‍યવહાર કરવો.ભભ તે વાકયથી પ્રભાવિત થઈ સિકંદરે રાજા પોરસને મુકત કર્યા હતા. ફિલ્‍મમાં આ વાકય ખૂબ જ પ્રચલિત થયું હતું જે સોહરાબ મોદી અને પૃથ્‍વીરાજ કપૂર પર ચિત્રિત કરવામાં આવ્‍યું હતું.

આવતા અંકમાં 194રની ફિલ્‍મો તથા તે વર્ષમાં પ્રવેશ કરનાર મધુ બાલા તથા મહિપાલ, સંગીતકાર એન. દતા, ખેમચંદ પ્રકાશ, સી. રામચંદ્ર તથા બીજા કલાકારો વિશે વિગતે જાણીશું. આભાર. (ક્રમશઃ)

error: Content is protected !!
%d bloggers like this: