સમાચાર

અમરેલી જિલ્‍લા સહકારી સંઘની મુલાકાતે રાષ્‍ટ્રીય સહકારી વિકાસ નિગમના રિજયોનલ ડાયરેકટર શૈલેન્‍દ્ર સિંઘ

અમરેલી જિલ્‍લા સહકારી સંઘની મુલાકાતે રાષ્‍ટ્રીય સહકારી વિકાસ નિગમના રિજયોનલ ડાયરેકટર શૈલેન્‍દ્ર સિંઘ

અમરેલી, તા.17

કૃષિ અને કિસાન કલ્‍યાણમંત્રાલય, ભારત સરકાર રાષ્‍ટ્રીય સહકારી વિકાસ નિગમ (દહમહ) ના રિજયોનલ ડાયરેકટર શૈલેન્‍દ્ર સિંઘ દ્વારા તા.16/10/ર0ર0ના અમરેલી જીલ્લા સહકારી સંઘની મુલાકાત લીધી હતી. ત્‍યારે જીલ્લા સંઘના ચેરમેન અને યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા તેમનું સ્‍વાગત કરવામાં આવેલ હતું.

જયારે આ મુલાકાત દરમીયાન ચેરમેન દ્વારા અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા કરવામાં આવતી કામગીરી વિષે વિસ્‍તૃતમાં માહીતી આપવામાં આવી હતી. જયારે વધુમાં જીલ્લા સંઘ અને અમરેલી જીલ્લામાં સહકારી ક્ષેત્રને વધુ મજબુત બનાવવા માટે ની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સવલીયા, અમરેલી મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ના મેનેજર કોઠીયા અને અમરેલી જીલ્લા સહકારી સંઘના કર્મચારી ગણ ઉપસ્‍થિત રહ્યા હતા.

error: Content is protected !!
%d bloggers like this: