સમાચાર

અમરેલીનાં ફિટનેશ પ્રેમીઓ માટે વિદ્યાસભા કેમ્‍પ મોર્નિંગવોક માટે ખૂલ્‍લુ મૂકાયું

અમરેલીનાં ફિટનેશ પ્રેમીઓ માટે વિદ્યાસભા કેમ્‍પ મોર્નિંગવોક માટે ખૂલ્‍લુ મૂકાયું

અગ્રણી કેળવણીકાર વસંતભાઈ ગજેરાના નેતૃત્‍વ અને માર્ગદર્શનથી છેલ્‍લા 10 વર્ષમાં વિદ્યાસભા કેમ્‍પસ સૌરાષ્‍ટ્રનું મોસ્‍ટ ડેવલપમેન્‍ટ કેમ્‍પસ બનીને ઉભરી રહયું છે. વિદ્યાસભા કેમ્‍પસમાં બાલમંદિરથી લઈ એમ.બી.એ. એન્‍જિનિયરીંગ સુધીની વિવિધ શાખાઓના અભ્‍યાસક્રમ ચાલી રહયા છે. જિલ્‍લાની એકમાત્ર ડિસ્‍ટ્રીકટ લેવલ સ્‍પોર્ટસ સ્‍કૂલમાં રાજય સરકારના ખર્ચે 300 જેટલા બાળકો રમતગમત ક્ષેત્રેપોતાની કારકિર્દી બનાવી રહયા છે અને રાજય તથા રાષ્‍ટ્રીય ક્ષેત્રે અમરેલી જિલ્‍લાનું નામ રોશન કરી રહયા છે. તાજેતરમાં શાળાઓ બંધ છે ત્‍યારે ફિટ ઈન્‍ડિયા મુમેન્‍ટના ભાગરૂપે અમરેલી શહેરના ફિટનેશ પ્રેમીઓ માટે સવારે 6 થી 8 સુધી કેમ્‍પસ ખૂલ્‍લુ મૂકવામાં આવે છે. લોકો વોકિંગ, રનીંગ, યોગા વગેરે કરી શકશે. વિદ્યાસભા કેમ્‍પસમાં વિશાળ ગ્રીન ગાર્ડનની આબોહવાનો લોકોને લાભ મળે તેમજ લોકોનું સ્‍વાસ્‍થ્‍ય મજબૂત અને નિરોગી બને એવા આશયથી બિલકુલ નિઃશૂલ્‍ક સેવા પૂરી પાડવા સોમવારથી મોર્નિંગવોક માટે લોકોને સંસ્‍થા મેનેજમેન્‍ટ આમંત્રીત કરે છે. મોર્નિંગ વોકમાં લોકો વ્‍યકિતગત તથા સામૂહિક યોગ, પ્રાણાયામ, કસરત, દાવ વગેરે કરી શકશે જે માટેના ટ્રેનરો પણ ર કલાક સેવા પૂરી પાડશે. મોર્નિંગ વોક કેન્‍દ્રમાં 1પ થી 4પ વર્ષના લોકો ભાગ લઈ શકશે તેમજ પેન્‍ડેમિક એકટ અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સીંગના તમામ નિયમોનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે.

error: Content is protected !!
%d bloggers like this: