સમાચાર

અમરેલીની સારસ્‍વત સોસાયટીમાં ગોરપૂજન કરી ગોપીઓને દાન કરાયું

પવિત્ર અધિકમાસનાં અંતિમ દિવસે

અમરેલીની સારસ્‍વત સોસાયટીમાં ગોરપૂજન કરી ગોપીઓને દાન કરાયું

અમરેલી, તા. 17

સારસ્‍વત સોસાયટી ગોપી મંડળ ઘ્‍વારા અધિકમાસનાં અમાસનાં દિવસે સર્વ ગોપી મંડળ ઘ્‍વારા પૂજનવિધિ પૂર્ણ કરી શ્રઘ્‍ધાપૂર્વક ગોરપૂજન કરી છેલ્‍લે દિવસે પુરા માસનું અનાજ એકત્ર કરી ગરીબમાણસોને વહેંચવામાં આવેલ તેમજ યથા યોગ્‍ય શકિત પ્રમાણે સર્વ ગોપીઓએ દાન કરેલ કોરોના મહામારીને કારણે માસ્‍ક પહેરી સોશ્‍યલ ડિસ્‍ટનસ રાખી નિયમોનું પાલન કરી પૂજનવિધિ કરેલ. છેલ્‍લે ઈશ્‍વર પાસે સર્વલોક હિતાય, સર્વલોક નિરોગ્‍યની પ્રાર્થના કરી કોરોના રોગમાંથી મુકિત અપાવવા ઈશ્‍વરને પ્રાર્થના કરેલ.

error: Content is protected !!
%d bloggers like this: