સમાચાર

સાવરકુંડલાના માનવ મંદિરે ઓનલાઈન રામકથાનો આસ્‍થાભેર પ્રારંભ

સાવરકુંડલાના માનવ મંદિરે ઓનલાઈન રામકથાનો આસ્‍થાભેર પ્રારંભ

સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર કે જયાં પપ જેટલી મનોરોગી મહિલાઓ જે નિરાધાર છે, રખડતી ભટકતી છે, તેમને વિનામૂલ્‍યે દવા ભોજન અને આશરો આપી પુર્નજીવન પ્રાપ્ત કરાવનાર પૂ. ભક્‍તિતબાપુની સેવાને ધન્‍યવાદ આપતા રામાયણ અમદાવાદના રામેશ્વરદાસબાપુની આજથી ઓનલાઈન રામકથાનો નવ દિવસ માટે પ્રારંભ થયો છે. જેને પોથીના મુખ્‍ય યજમાન વીણાબેન મહેન્‍દ્ર ભગડા તઅઠ વાળા તેમજ તેમનો પરિવાર અને માનવ મંદિરની પપ જેટલી મનોરોગી બહેનોને ખાસ સંભળાવવા માટે શરૂ થયેલી આ કથા નવ દિવસ ચાલશે. તેમનું કર્તવ્‍ય ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ પર થઈ રહ્યું છે અને અમરેલી જિલ્લાના તમામ પત્રકારોના સહયોગથી તેમજ દાતાઓના સહયોગથી આ કાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે જે રામેશ્વરથી બાપુએ માનવ મંદિરને ઉપયોગી થવા અને તે બાપુ ભગતબાપુની ભક્‍તિત અને સેવાને સહયોગ આપવા રામકથા શરૂ કરવામાં આવેલી છે અને દાતાઓની દાનની સરવાણી શરૂ થઈ ગઈ છે.

error: Content is protected !!
%d bloggers like this: