સમાચાર

આજથી શકિત ઉપાસના પર્વ ‘‘નવરાત્રી”નો પ્રારંભ

રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ જનતાને શુભેચ્‍છા પાઠવી

આજથી શકિત ઉપાસના પર્વ ‘‘નવરાત્રી”નો પ્રારંભ

કોરોનાકાળમાં સરકારે દુઃખી હૃદયે નવરાત્રી આયોજનની મંજૂરી આપી નથી

ભારતીય સંસ્‍કૃતિ ‘‘નારી તુ નારાયણી”માં માને છે, નારી એ શકિતનું સ્‍વરૂપ અને પ્રતિક છે

ગાંધીનગર, તા. 16

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શનિવાર તા.17મી ઓકટોબરથી પ્રારંભ થઇ રહેલા શકિત ઉપાસના પર્વ શારદીય નવરાત્રિની દેશ-દુનિયામાં વસતા સૌ ગુજરાતીઓને અને રાજયના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે.

મુખ્‍યમંત્રીએ સોશિયલ મિડીયા પ્‍લેટફોર્મ ફેઇસબૂકના માઘ્‍યમથી નવરાત્રિ પર્વના પૂર્વ દિને સૌને શુભેચ્‍છાઓ પાઠવતાં જણાવ્‍યું કે, મા અંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ ખાસ કરીને ગુજરાતમાં વિશેષ મહત્‍વ ધરાવતું પર્વ અને ઉત્‍સવ છે. ધાર્મિક મહાત્‍મ્‍ય સાથે સાંસ્‍કૃતિક મહત્‍વ પણ આ પર્વમાં સમાયેલું છે. નવરાત્રિ સંગીત, નૃત્‍ય અને ઉજવણીનું પર્વ છે. સૌ કોઇ આ પર્વની આખું વર્ષ રાહ જોતા હોય અને ગરબે ઘૂમવા ઉત્‍સુક હોય છે.

વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં સ્‍પષ્ટપણે કહ્યું કે, આ વખતની પરિસ્‍થિતિ થોડી અલગ છે. આખું વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. આપણે પણ આ જ લડાઈ લડી રહ્યા છીએ. માટે પરિસ્‍થિતિની ગંભીરતાને ઘ્‍યાનમાં રાખીને આ વખતે સરકારે દુઃખીહૃદયે નવરાત્રિના આયોજનોની તેમજ ગરબાની મંજૂરી આપી નથી.

મુખ્‍યમંત્રીએ વધુમાં જણાવ્‍યું કે, તહેવારોનું આપણા જીવનમાં ખૂબ મહત્‍વ રહેલું છે પણ જીવના જોખમે તહેવારો ઉજવવા એ પણ સમજદારી નથી. અને હું જાણું છું કે, તમે બધા આ વાતથી મારી સાથે સહમત હશો અને પરિસ્‍થિતિની ગંભીરતાને સમજતા હશો. આ માટે સરકારે સૌના હિતમાં આ મુશ્‍કેલ નિર્ણય લેવો પડયો છે.

તેમણે કોરોના સંક્રમણના આ કાળમાં સતર્કતા રાખવાની અપિલ કરતાં જણાવ્‍યું કે, જયાં સુધી વેકિસન ના આવે ત્‍યાં સુધી માસ્‍ક પહેરો, હાથ વારંવાર સાબુથી, સેનેટાઈઝરથી સાફ કરો અને સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ જાળવો અને તહેવારોના સમયમાં તો થોડી વધારે કાળજી રાખો.

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શકિત ઉપાસના-આરાધનાના આ પર્વે શકિતવંદના અભિયાન શરૂ કરવાનું આહવાન કરતાં કહ્યું કે, ભારતીય સંસ્‍કૃતિ ભભનારી તું નારાયણીભભમાં માને છે. નારી એ શકિતનું સ્‍વરૂપ અને પ્રતિક પણ છે.

આપણા જીવનમાં રહેલી દરેક નારી, પછી એ માતાના સ્‍વરૂપમાં હોય, બહેન હોય, પત્‍ની હોય કે દીકરી હોય એ દરેક આપણા જીવનમાં, આપણી સફળતામાં, જીવનનાં તમામ ઉતાર ચઢાવમાં શકિતના સ્‍વરૂપમાં હાજર રહી છે, તેનો અમુલ્‍ય ફાળો રહ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

‘‘આવો આપણે સૌ સાથે મળી આનવરાત્રિમાં શકિતનાં સ્‍વરૂપને વંદન કરી તેના યોગદાનને બિરદાવીને સાચા અર્થમાં શકિતની આરાધનાના પર્વ નવરાત્રિને ઉજવીયે” એવી અપિલ તેમણે કરી છે.

મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે, આ શકિતવંદના અભિયાન અંતર્ગત તેઓ તા. 19, ર1 અને ર3 ઓકટોબરે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલી 9 જેટલી નારી શકિત સાથે સંવાદ કરીને તેમની જીવન યાત્રા અને કાર્યોથી પરિચિત થશે અને તેમની વંદના કરશે.

તેમણે સૌને એવી અપિલ પણ કરી કે, દરેક વ્‍યકિતના જીવનમાં પ્રેરણા આપનાર, ઉતાર-ચઢાવમાં સાથ આપનારી માતા, બહેન, દિકરી કે પત્‍નીના નારીશકિતના યોગદાનને જણાવતો અને તેમનો આભાર વ્‍યકત કરતો વીડિયો નવરાત્રિના આ 9 દિવસ દરમિયાન કોઈ પણ દિવસે હેશટેગ 3કઝબ્‍ઋત્‍ય્‍ અબ્‍દ્યમ્‍બ્‍દ્યબ્‍ સાથે સોશિયલ મીડિયા પર સૌ અપલોડ કરે અને કરાવે.

મુખ્‍યમંત્રીએ પોતાના વ્‍યકિતગત જીવનમાં નારીશકિતના યોગદાનનું નિખાલસતાપૂર્વક વર્ણન કરતાં કહ્યું કે, તેમના માતાએ પરિવારમાં તેમના સહિત સૌ ભાઇ-બહેનોનું ઘડતર કર્યુ છે.

પોતાના જીવનમાં સંવેદના, કરૂણા, દયા, અનુકંપા અને નાના માણસો પ્રત્‍યેનો જે સેવા-મદદ ભાવ છે તેમાં તેમજ દેરાસર, ઉપાશ્રય જેવા ઘ્‍યાન-ધર્મ કાર્યોમાં માતાનું યોગદાન સતત રહેલું છે.

વિજયભાઇ રૂપાણીએ પોતાના પત્‍નીએ પણ સહકાર્યકર્તા અને સમાજસેવી વ્‍યકિતત્‍વતરીકે તેમની સાથે પૂરક બનીને, એકબીજાને સાથે રાખીને જે સફળતા મેળવી છે તેની પણ મુકત મને વાત શેર કરી હતી. મુખ્‍યમંત્રીએ તેમની પુત્રીની પણ લાગણીશીલતા, તેમના પ્રત્‍યેની ચિંતા અને રુજુતા પણ નારીશકિતના યોગદાનની ભાવવંદના કરતા વર્ણવી હતી.

મુખ્‍યમંત્રીએ તહેવારોના સમયમાં વધુ કાળજી, સતર્કતા રાખીને માસ્‍ક પહેરવો, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ અને વારંવાર હાથ ધોવા-સેનીટાઇઝ કરવા જેવી આદતો કેળવવા સૌને આ સંદેશ દ્વારા હૃદયપૂર્વક અપિલ કરી હતી.

error: Content is protected !!
%d bloggers like this: