સમાચાર

સાવરકુંડલાનાં ધારાસભ્‍ય દુધાતે ધારીનાં ઉમેદવાર વિરૂઘ્‍ધ ગંભીર આક્ષેપોકરતા નોટિસ પાઠવાઈ

રૂપિયા 16 કરોડમાં જે.વી. કાકડીયા વેચાયા હોવાનું જણાવ્‍યું હતું

સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે ધારીનાં ઉમેદવાર વિરૂઘ્‍ધ ગંભીર આક્ષેપોકરતા નોટિસ પાઠવાઈ

જે.વી. કાકડીયાએ કાનૂની રાહે કાર્યવાહી શરૂ કરતા ખળભળાટ

અમરેલી, તા. 16

સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે ગઈકાલે ધારી ખાતે કોંગી ઉમેદવારનાં મઘ્‍યસ્‍થ કાર્યાલયનાં પ્રારંભે ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયા વિરૂઘ્‍ધ જાહેરમાં આક્ષેપો કરતાં જે.વી. કાકડીયાએ એડવોકેટ બકુલ પંડયા મારફત ધારાસભ્‍ય પ્રતાપ દુધાતને જાહેરમાં માફી માંગવા નહી તો માનહાનીનો કેસ કરવા જણાવેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે ભાજપનાં ઉમેદવાર જે.વી. કાકડીયાએ 16 કરોડમાં ભાજપ સાથે સોદો કર્યો હોવાનો આક્ષેપ કરીને ભાજપનાં ઉમેદવારની કારકીર્દિ સામે પ્રશ્‍નાર્થ ઉભો કરતાં ભાજપી ઉમેદવારે ધારાસભ્‍યને નોટિસ પાઠવી હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: