સમાચાર

લે બોલ : ઠેબી જળાશયમાંથી પાણી છોડવાનાં પેંતરા શરૂ : 3 લાખની જનતાને અન્‍યાય કરવાની તૈયારીઓ

અમરેલી પંથકની 3 લાખની જનતાને અન્‍યાય કરવાની તૈયારીઓ

લે બોલ : ઠેબી જળાશયમાંથી પાણી છોડવાનાં પેંતરા શરૂ

મુઠ્ઠીભર વિઘ્‍નસંતોષીઓની રજૂઆત સાંભળીને તંત્ર પાણી છોડવાની કવાયત કરતું જોવા મળે છે

ખેડૂતોનાં હિતની ગુલબાંગો ફેંકતાં રાજકીય આગેવાનો કેમ લાજ કાઢીને બેઠા છે તે સમજાતું નથી

નાના માચીયાળાનાં સરપંચ વનરાજભાઈ ડાંગરે કલેકટરને પત્ર પાઠવીને પાણી ન છોડવા રજૂઆત કરી

અમરેલી, તા. 16

અમરેલી શહેરનાંપાદરમાં આવેલ અને અંદાજિત 3 લાખની જનતાની જીવાદોરી સમાન ગણાતો ઠેબી જળાશય છેલ્‍લા ર0 વર્ષમાં સૌપ્રથમ ઓવરફલો થયો હોય સિંચાઈ વિભાગને હવે જળાશયમાંથી પાણી છોડવાનો વિચાર આવતાં સમગ્ર પંથકની જનતામાં નારાજગીનો માહોલ ઉભો થયો છે.

નાના માચીયાળાનાં સરપંચ વનરાજભાઈ ડાંગરે કલેકટરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, ઠેબી સિંચાઈ યોજનાનો ડેમ બન્‍યાને ઘણો સમય થયેલ છે અને આ ડેમ પ્રથમ વખત જ સંપૂર્ણ રીતે ભરાયેલ છે અને જે ડેમ સંપૂર્ણ રીતે સરકારની નેમ પ્રમાણે ભરાવવાથી આજુબાજુના સ્‍ક્રેચમેન્‍ટ એરીયામાં ડેમના પાણી ભરાવાથી આજુબાજુના ખેડૂતોના ખેતરના કૂવા/બોરના તળ ખૂબ જ ઉંચા આવેલ છે. તેમજ આ ઠેમ અમરેલી શહેરને પાણી પુરૂ પાડતો જીવાદોરી સમાન ડેમ હોય જે હાલની સ્‍થિતિએ ભરાવાથી શહેરનાં ડંકી-બોરના તળ ઉંચા આવેલ છે. તેમજ શહેરની અંદાજીત બે લાખ કરતા વધારે વસ્‍તીને આ ડેમના પાણીથી નિયમીત આખું વર્ષ કાયમી પુરવઠો મળી રહે તેમ હોય તેમજ આ ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાવાથી આજુબાજુના ગામો જેવા કે નાના-મોટા માચીયાળા, નાના આંકડીયા, ઈશ્‍વરીયા, શેડુભાર તેમજ અન્‍ય ગામોના ભુસ્‍થળ ઉંચા આવે. જેથી ખેડૂતોની આવકમાં પણ ખેત ઉત્‍પાદન મેળવી વૃઘ્‍ધિ થાય તેમ છે. તેમજ આ ડેમ હાલની સ્‍થિતિ ભર્યો રહેવાથી આમજનતા, ખેડૂતો, મજુરો, શહેરીજનો વિગેરેને ખૂબ જ લાભદાયક છે અને આ ડેમનું પાણી ખાસ કરીને સંપાદન થયેલ જમીનનાં સ્‍ક્રેચમેન્‍ટ એરીયામાં ફેલાયેલ છે અને જે કાંઈ થોડું ઘણું પાણી સ્‍ક્રેચમેન્‍ટ એરીયા બહાર નજીકના ખેતરોમાં ભરાયેલ છે તે પાણી પણ હાલ વરસાદ ન હોવાથી તેમજ પાણીનો ઉપાડો થવાથી તેમની મેળે એટલે કે આપ મેળે ઘટતું થઈ રહેલ છે અને તે પાણી જે કાંઈ કહેવાતા એરીયામાં ભરાયેલ છે તે કુદરતી રીતે ઓછું થઈ જાય તેમ છે. જેથી કરીને કોઈ ખેડૂતોને ખાસ કાંઈ મોટું નુકસાન થાય તેમ છે.

વધુમાં જણાવેલ છે કે, અમુક વિઘ્‍નસંતોષી લોકો પોતાના સ્‍વાર્થ ખાતર આમ જનતાના જાહેર હિતને મોટું નુકસાન થાય તેવી ગેર રજૂઆત કરી આ ડેમ ખાલી કરાવવા સંબંધીત ખાતાઓમાં ખેડૂતો અને આમ જનતાના ભવિષ્‍યના લાભનો વિચાર કર્યા વિના આ ડેમ ખાલી કરવા ગેર રજૂઆતો કરી રહેલ છે જે જાહેર હિતને નુકસાનકારક હોય. જેથી આવી કોઈ રજૂઆતો સંબંધીત સ્‍તરે થયેલ હોય તો લોકોના હિતરક્ષક તરીકે આવી કોઈ ગેર રજૂઆત ડેમ ખાલી કરવા બાબતેની હોય તો તે સત્‍વરે બંધ કરાવવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: