સમાચાર

અમરેલી ખાતે વિવિધ વિભાગોમાં કોરોના જનજાગૃતિ અંગે શપથ લેવાયા

અમરેલી ખાતે વિવિધ વિભાગોમાં કોરોના જનજાગૃતિ અંગે શપથ લેવાયા

કોવિડ સંક્રમણના પ્રસારનેરોકવા જનસામાન્‍યમાં મોટા પાયે જાગૃતિ પ્રસરાવવા સરકાર દ્વારા આરંભાયેલ જન આંદોલન અંતર્ગત અમરેલી જિલ્લા સેવાસદન ખાતે કલેકટર કચેરી સહીત તમામના કર્મચારીઓ અને કર્મયોગીઓ દ્વારા કોવિડ સંક્રમણના બચાવ સંબંધિત તકેદારીઓનું ચુસ્‍ત પાલન કરવાના અને કોવિડ જનજાગૃતિના શપથ લીધા હતા. જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ-કર્મચારીઓએ કોરોના મહામારીના ફેલાવાને રોકવા અંગે લોકોમાં જાગૃત્તિ આવે તે માટે પ્રયાસો કરવા, માસ્‍ક પહેર્યા વિના ઘરની બહાર નહી નીકળવા, દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવવા, વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનેટાઇઝ કરતા રહેવા, પોતાની તથા સ્‍વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પઘ્‍ધતિઓ અપનાવવા અને યોગ-વ્‍યાયામ ઇત્‍યાદિથી જીવનશૈલી સુધારવા, પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી સામેની લડાઈ હજી પૂરી થઈ નથી અને જરા પણ બેદરકાર રહેવાની કિંમત સંક્રમિત થઈને ચૂકવવી પડે તેવી સ્‍થિતિ છે ત્‍યારે સમાજના અગ્રણીઓ-આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સંક્રમણ સામેની તકેદારીઓના ચુસ્‍ત પાલન અંગેની શપથનો કાર્યક્રમ લોકોને જરૂરી પ્રેરણા અને બળ પૂરુ પાડનાર બની રહેશે. આ તકે ઉપસ્‍થિત સૌઅધિકારીઓ-કર્મચારીઓને આ શપથ અનુસાર અન્‍યો  માટે કોરોના સંબંધિત સાવચેતીઓના પાલન સંદર્ભે અનુકરણીય ઉદાહરણ પ્રસ્‍તુત કરવામાં આવ્‍યુ હતુ. જન આંદોલનના ભાગરૂપે આજે સમગ્ર જિલ્લામાં સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનો, નિગમો, જિલ્લાના પ્રબુઘ્‍ધ નાગરિકો, ધર્મગુરુઓ, અગ્રણીઓ, મહાજનો અને સમાજના તમામ વર્ગોના લોકોએ જોડાઇને પ્રતિજ્ઞા લીધી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલ શપથ-પ્રતિજ્ઞા વાંચન કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓમાં કચેરીના વડાની અઘ્‍યક્ષતામાં આ શપથનું મોટાપાયે આયોજન કરવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!
%d bloggers like this: