સમાચાર

રક્ષક બન્‍યા ભક્ષક : ધારી ગીર પૂર્વને બચાવી લેવું જરૂરી

લાયન શો, જંગલ કટીંગને વનકર્મીઓ જ પ્રોત્‍સાહન આપી રહૃાાં હોય

રક્ષક બન્‍યા ભક્ષક : ધારી ગીર પૂર્વને બચાવી લેવું જરૂરી

દલખાણીયા, સરસીયા રેન્‍જમાં ખુદ વનકર્મીઓએ વિવિધ બ્‍હાના હેઠળ જંગલને સાફ કર્યુ

હડાળા રેન્‍જમાં અભ્‍યારણમાં ખાનગી કારની તસ્‍વીર વાયરલ છતાં ગુન્‍હો નોંધાતો નથી

ગીર પશ્ચિમમાં જે કૃત્‍ય બદલ ગુન્‍હો દાખલ થાય તેજ ગુન્‍હો ગીરપૂર્વમાં થાય છતાં તંત્ર ચૂપ

ધારી, તા. 16

ધારી ગીર પૂર્વનાં જંગલમાં લાયન શો, જંગલ કટીંગ, અભ્‍યારણમાં ગેરકાયદે પ્રવેશ, ચંદન કટીંગ, ઘાસ કટીંગ,વિડીયો-તસ્‍વીરો વાયરલ મામલે સીધી કે આડકતરી રીતે જંગલ ખાતાના અધિકારીઓ, વનકર્મીઓની પ્રોત્‍સાહક નીતિ અને સંરક્ષણ પ્રત્‍યેની બેદરકારી છતી થાય છે. જે કૃત્‍ય ગીર પશ્ચિમમાં ગુનો બને છે તે કૃત્‍યમાં ગીર પૂર્વમાં કોઈ જ કાર્યવાહી થતી નથી જેના કારણે સોથી વધુ સિંહો ગીર પૂર્વમાં જ મરે છે.

ધારી ગીર પૂર્વમાં ર0ર0ની સાલમાં 60થી વધુ સિંહો માત્ર પ્રથમ સાત માસમાં જ મોતને ભેટયા હતા. સિંહોના મોતના હોબાળા બાદ હવે સિંહના મોતના બનાવો જંગલ ખાતું બહાર જ આવવા ખેતું નથી. જેથી હાલ તો સિંહ મરતા નથી તેવું લાગી રહૃાું છે.

ધારી ગીર પૂર્વની દલખાણીયા અને સરસીયા રેન્‍જમાં તાજેતરમાં જ ખૂદ વનકર્મીઓએ વિવિધ બહાના હેઠળ અનામત જંગલમાંથી અનામત વૃક્ષોનો સોથ  વાળી દીધો હતો. જેમાં દલખાણીયા રેન્‍જની કાંગસા રાઉન્‍ડનાં અનામત જંગલમાંથી ખૈર, બાવળ, ગોરડ, બોરડી, દુધીયો, હાલડી (મોલડી) સહિતના અનામત-બિન અનામત ઘટાટોપ વૃક્ષોનું કટીંગ વન વિભાગે જ કર્યુ હતું અને એવું કારણ આપ્‍યું હતું કે અહિં ઘાસ વીડી છે. જેથી મોટા ઘટાટોપ વૃક્ષો નીચે ઘાસ સરખુ ઉગતું નથી. જેથી આ વૃક્ષોનું કટીંગ કરાયું છે. ત્‍યારે વનતંત્રના નિવૃત વનકર્મી તથા જાણકારો કહી રહૃાાં છે કે જંગલમાંથી કોઈ વૃક્ષ કટીંગ કરી શકાતું નથી.

એવી જરીતે સરસીયા રેન્‍જ હેઠળ છતડીયા રીઝર્વ ફોરેસ્‍ટમાંથી ખૂદ વનકર્મીઓ ઘ્‍વારા જેસીબી મારફત વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્‍યું હતું. રથી 3 વિઘા જેટલા જંગલને સાફ કરી નાખવામાં આવ્‍યું હતું. જેમાં વનતંત્રએ એવો દાવો કર્યો હતો કે, અહિં નર્સરી બનાવી રોપા ઉછેરની કામગીરી કરાશે. શું વૃક્ષો કાપી છોડ ઉગાડવાથી જંગલ હર્યુભર્યુ બની શકશે ! જે અધિકારી- કર્મચારીને જંગલના ઉછેર-રક્ષા અને સંવર્ધનની જવાબદારી સોંપવામાં આવી છે તે ખુદ આવા કૃત્‍ય કરે તો જંગલ કઈ રીતે હર્યુભર્યુ રહે.

જંગલ કટીંગ બાદ લાયન શો, અભ્‍યારણમાં ગેરકાયદે પ્રવેશ મામલે પણ તંત્ર આજ નીતિ અપનાવી રહૃાું છે. હડાળા રેન્‍જમાં ગેરકાયદે ખાનગી કારમાં પ્રવેશ કરી ખેલ્‍લેઆમ તસ્‍વીરો ખેંચાવનારને ખુદ વનતંત્ર જ સંરક્ષણ આપી રહૃાું છે. જેમા ગુનો નોંધાતો નથી તેમજ સિંહ દર્શનના વિડીયો-ફોટોગ્રાફીની કયારેય યોગ્‍ય તપાસ જ કરવામાં આવતી નથી. જે ઘટના ગીર પશ્ચિમમાં બની હોય તો ગુનો બને છે તેજ ઘટના ગીર પૂર્વમાં બને તો આવા ગુના પર ઢાંક પિછોડો કરી મામલો રફેદફે કરવામાં આવે છે.

આવી રીતિ-નીતિનાં કારણે સૌથી વધુ સિંહો ગીર પૂર્વમાં જ મોતને ભેટે છે. ચાલું વર્ષમાં જ અત્‍યાર સુધીમાં 60થી વધુ સિંહો મોતને ભેટયા છે તેમ છતાં જે કારણથી સિંહો પરેશાનથાય છે તેવા લાયન શો અને જંગલ કટીંગ અટકાતા પણ નથી ઉલ્‍ટાનાં જંગલ ખાતાના અધિકારીઓ -કર્મચારીઓ તેને પ્રોત્‍સાહન આપે છે જે સિંહો માટે અતિ ઘાતકી છે.

 

સિંહ સંરક્ષણ-સંવર્ધનની કરોડો રૂપિયાની ગ્રાન્‍ટનો મનફાવે તે રીતે ઉપયોગ કરાય છે

ધારી, 16

સિંહ સંરક્ષણ-સંવર્ધન અને જંગલમાં રોપા ઉછેર કરવા કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ આવે છે તથા તેના જતન માટે પણ મોટું બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ તે સિંહ બચાવવા નહી અન્‍ય કામ માટે મનફાવે તે રીતે વાપરવામાં આવે છે. લેનટેના-પુરનીંગ (સાઈટ કલીનીંગ) દિવાલો બનાવવા જેવા અનેક કામો દર વર્ષે એક જ સ્‍થળે બતાવી દેવામાં આવે છે અને તેના બિલ બનાવી નાણાં વેફવામાં આવે છે. પણ સ્‍થળ પર કામગીરી થતી નથી માત્ર કાગળ પર કામગીરી દર્શાવાય છે તેમજ કોરોનાની મહામારી વચ્‍ચે પણ જંગલમાં ફેરણું એસી કારમાં કરવામાં આવે છે અને સિંહ સંરક્ષણનાં નામે અધિકારીઓ અદ્યતન સુવિધા ભોગવે છે. પરંતુ સિંહ ભાગે હંમેશા મોત જ આવે છે. કારણ કે અહિં આવતી તમામ ગ્રાન્‍ટનો ઉપયોગ મનફાવે તે રીતે કરવામાં આવે છે.

 

ધારીની સરસીયા વિડીમાંથી ચંદનનાં 60થી વધુ વૃક્ષો કટીંગ થયા હતા

ધારી, તા. 16

દલખાણીયા રેન્‍જની સરસીયા વિડીમાંથી દોઢેક વર્ષ અગાઉ આરક્ષિત અનામત ચંદનના 60થી વધુવૃક્ષો કટીંગ કરી વહેંચાય પણ ગયા હતા જેમાં અનામત જંગલમાંથી 60 ચંદનના વૃક્ષ અને રેવન્‍યુ વિસ્‍તારમાંથી 60 વૃક્ષો મળી કુલ 1ર0થી વધારે ચંદનનાં વૃક્ષો કટીંગ કરી લઈ જવામાં ચંદન ચોર ગેંગ સફળ રહી હતી પરંતુ અદ્યતન સુવિધા ધરાવતું વન વિભાગ આ ચંદન ચોર ગેંગને હજુ પણ પકડી શકવામાં સફળ થઈ નથી. આજ વિડીમાં ર018માં ર0થી વધુ સિંહો (સીડીવી) કેનાઈન ડીસટેમપર વાયરસનાં કારણે મોતને ભેટયા હતા. આમ અનામત જંગલ વિડી સહિતનાં જંગલમાં અનામત વૃક્ષોનું કટીંગ થાય છે જે અવિરત ચાલું હોય છે છતાં આરોપી પકડાતા નથી. જેથી આ મામલે વન વિભાગનાં જ કર્મીઓ સામેલ હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.

error: Content is protected !!
%d bloggers like this: