સમાચાર

ધારી વિધાનસભા બેઠકમાં રાજકીય પક્ષો અને અપક્ષો સહિત 14 વ્‍યકિતઓની દાવેદારી

ઉમેદવારીપત્રક રજૂ કરવાનો કાર્યકાળ પૂર્ણ થયો

ધારી વિધાનસભા બેઠકમાં રાજકીય પક્ષો અને અપક્ષો સહિત 14 વ્‍યકિતઓની દાવેદારી

આજે તમામ ઉમેદવારીપત્રકની ચકાસણી કરાશે

અમરેલી, તા.16

ધારી-બગસરા વિધાન સભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક રજૂ કરવાનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને રાજકીય પક્ષો અને અપક્ષો   મળી કુલ 14 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે. ભાજપ તરફથી જે.વી. કાકડીયા અને ડમી ઉમેદવાર તરીકે કોકીલાબેન કાકડીયા, કોંગ્રેસ તરફથી સુરેશ કોટડીયા અને ડમી ઉમેદવાર તરીકેભારતીબેન કોટડીયા, વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટી તરફથી ભુપતભાઈ ઉનાવા, યુવા જનજાગૃતિ પાર્ટી તરફથી કપીલ વેગડા, રાષ્‍ટ્રવાદી જનચેતના પાર્ટી તરફથી કાનજીભાઈ અધેરા અને પ્રવિણભાઈ ગેડીયા, ઈમરાન પરમાર, ચતુરભાઈ રૂડાણી, પિયુષ ઠુંમર, બાવકુભાઈ વાળા, નાનાલાલ મહેતા અને રામજીભાઈ માધડે અપક્ષ તરીકે દાવેદારી રજૂ કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: