સમાચાર

સાવરકુંડલામાં ગંદકીનો માહોલ દૂર થવો જરૂરી

પાલિકાનાં શાસકોનાં પ્રયત્‍ન સ્‍વચ્‍છતા કાર્યમાં નિષ્‍ફળ થઈ રહૃાા છે

સાવરકુંડલામાં ગંદકીનો માહોલ દૂર થવો જરૂરી

કોરોનાની મહામારીનાં માહોલમાં સ્‍વચ્‍છતાનાં કાર્ય ઉપર વિશેષ ઘ્‍યાન દેવું પડશે

શહેરીજનોએ પણ જયાં ત્‍યાં ગંદકી ફેંકવાને બદલે નિયત સ્‍થળે ગંદકીનો નિકાલ કરવો જોઈએ

દીવાળીનાં તહેવારો નજીકમાં હોય સૌએ સાથે મળીને સ્‍વચ્‍છતાને પ્રાથમિકતા આપવી પડશે

સાવરકુંડલા, તા.16

સાવરકુંડલા શહેરમાં ધીરે ધીરે શહેરની ગલીઓમાં અને જાહેર રસ્‍તા ઉપર કચરાના ઢગલાઓ હજુ પણ જોવા મળીરહયા છે. વડાપ્રધાનના સફાઈ અભિયાનના અને સ્‍વસ્‍થ શહેર જેવા અનેક        સ્‍થળોએ પેઈન્‍ટિંગ અને બોર્ડ મારી દેવામાં આવ્‍યા છે પરંતુ જયાં બોર્ડ માર્યા છે ત્‍યાં જ ગંદકી જોવા મળી રહી છે અને સફાઈ અને ગંદકી દૂર કરવાની સરકાર તરફથી લાખો રૂપિયાના રકમની ગ્રાન્‍ટ પણ આવી છે અને પાલિકા દ્વારા સંપૂર્ણ નીતિમત્તાથી આ સફાઈ અને ગંદકી દૂર કરવાની રકમો પણ વાપરી પણ નાખી છે. તેમ છતાં શહેરમાં અને શહેરની મોટાભાગના વિસ્‍તારોની ગટર ઉભરાવવાની સમસ્‍યા ગંદકીથી દૂર કરવાની સમસ્‍યા હજુ દૂર નથી થઈ અથવા તો પૂર્ણ નથી. જો કે પાલિકા સફાઈ વિભાગના પ્રયત્‍નો ઓછા નથી સફાઈ થાય છે. સફાઈ કરવામાં આવે છે પરંતુ એ સફાઈ અને ગંદકી અને છાશવારે ઉભરાતી શહેરના જુદા જુદા રહેણાંક વિસ્‍તારમાં ગટરોની સ્‍થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થતો નથી. ત્‍યારે આ બાબતે લોકોની રજૂઆતને પાલિકા ઘ્‍યાનપૂર્વક   સાંભળે પણ છે અને પૂરેપૂરી પ્રયત્‍નશીલ પાલિકા કેમ સાવરકુંડલા શહેરને સ્‍વચ્‍છ રાખવામાં ઉણી ઉતરે છે તે એક મોટો સવાલ છે. આ ઉપરાંત એવી વાત પણ ઘ્‍યાને આવી છે કે શહેરના અનેક વિસ્‍તારોમાં સી.સી. રોડ અને પેવર બ્‍લોક રોડ પણ બનાવવામાં આવ્‍યા છે. શહેરની શેરીઓને સુંદર બનાવી નગરપાલિકાએ સુંદર અને પ્રશંસનીય કામગીરી કરી છે પરંતુ દુઃખનીવાત એ છે કે જયાં સી.સી. રોડ બન્‍યા છે ત્‍યાં સફાઈ કર્મચારીઓ ડોકાતા નથી કે પછી નિયમિત સફાઈ કરવા પણ આવતા નથી. આ વાસ્‍તવિકતા નકારી ન શકાય જેના માટે પાલિકાના સફાઈ વિભાગે પણ મનોમંથન કરવું જરૂરી છે. સફાઈ અને ગંદકી દૂર કરવા માટે માત્ર પાલિકાની જવાબદારી જેટલી છે એટલી જ લોકો અને નગરજનોની પણ એટલી જ જવાબદારી છે. પરંતુ નગરજનો અને પાલિકા બન્‍નેએ કયાંકને કયાંક પોતાની જવાબદારી પૂરેપૂરી નિભાવી નથી કે નિષ્‍ફળ ગયા છે તે પણ વાસ્‍તવિક સત્‍ય છે. આ કોરોના મહામારી અને વધતા જતા      રોગચાળામાં આ ગંભીરપણે વિચારવાની       જરૂર છે.

error: Content is protected !!
%d bloggers like this: