સમાચાર

ઓહોહો : પોલીસને દારૂ ભરેલ ટ્રક હાથમાં આવ્‍યો

ગાંધીનાં ગુજરાતમાં બુટલેગરો હવે ટ્રક ભરીને દારૂની હેરફેર કરે છે

ઓહોહો : પોલીસને દારૂ ભરેલ ટ્રક હાથમાં આવ્‍યો

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની ફરજ દરમિયાન દારૂની હેરફેર બુટલેગરો માટે માથાના દુઃખાવારૂપ બની

શેલણા ગામની ચોકડીએથી ક્રાઈમ બ્રાન્‍ચે વિદેશીદારૂની બોટલથી ખીચોખીચ ભરેલ ટ્રક ઝડપી લીધો

ટ્રકમાંથી વિદેશી દારૂની પ4પ8 બોટલ, મોબાઈલ સહિતનો મુદ્‌ામાલ મળી કુલ રૂપિયા ર9.76 લાખનો મુદ્‌ામાલ જપ્‍ત

અમરેલી, તા. 1પ

અહિંસા, એકતા અને નશાબંધીનાં પ્રખર હિમાયતી અને રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીનાં ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ ભ્રષ્‍ટ તંત્રનાં પાપે દારૂબંધી માત્ર કાગળ પર સીમિત હોય તેવું લાગી રહૃાું છે. જો કે અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય દારૂબંધીનાં પ્રખર હિમાયતી હોવાથી ભુલેચુકે કોઈ બુટલેગર દારૂની હેરફેર કરે તો તુરત જ પોલીસનાં લાંબા હાથ તેના સુધી પહોંચી જતાં હોય છે. આવી જ એક દારૂની હેરફેર પોલીસે પકડી પાડેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલાનાં શેલણા ગામની ચોકડીએથી વિદેશી દારૂ ભરેલ ટ્રક પસાર થવાનો છે તેવી બાતમીનાં આધારે એલસીબીએ વોચ રાખતાં ત્‍યાંથી ટ્રક પસાર થતાં તેને અટકાવી તલાસી લેવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂની પ4પ8 બોટલ કિંમત રૂપિયા14,76,ર64 તથા મોબાઈલ નંગ કિંમત રૂપિયા પ00 તથા ટ્રક કિંમત રૂપિયા 1પ લાખ મળી કુલ રૂપિયા ર9,76,784નો મુદામાલ જપ્‍ત કરીને રાજસ્‍થાનનાં જયકીશન વૈષ્‍ણવની અટકાયત કરવામાં આવી છે.

પ્રાથમિક પુછપરછ દરમિયાન વિદેશીદારૂનો જથ્‍થો અશોક બોરીચા રે. લુવારા, હરદીપ વાળા રે. માણાવાવ અને પથુ પરગીર રે. ધોબાએ મંગાવ્‍યો હોવાનું બહાર આવતાં ઉપરોકત ત્રણેય શખ્‍સોને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ અનુસાર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદામાલ વંડા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે અને પકડવાના બાકી આરોપીઓને હસ્‍તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી ભાવનગર રેન્‍જ ડીઆઈજીપી અશોકકુમાર યાદવની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન મુજબ અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર પી.એન. મોરી તથા એલસીબી ટીમના પ્રફુલભાઈ જાની, મહેશભાઈ ભુતૈયા, મયુરભાઈ ગોહિલ, જયરાજભાઈ વાળા, રાહુલભાઈ ચાવડા, ભીખુભાઈ ચોવટીયા, જયસુખભાઈ આસલીયા, સુખદેવભાઈ ગોંડલીયા, દેવાંગભાઈ મહેતા, દયાબેન જસાણી, ગિરીરાજસિંહ જાડેજા, ભાવિનગીરી ગોસ્‍વામી, રાહુલભાઈ ઢાપા, ધવલભાઈ મકવાણા, ઉદયભાઈ મેરીયા, મહેશભાઈ મુંધવા,જે.પી. કોચરા, હરેશભાઈ કુવારદા, કેતનભાઈ ગરાણીયા વિગેરે ઘ્‍વારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: