સમાચાર

અમરેલીનાં નવનિયુકત એએસપી અભય સોની દ્વારા ફૂટ પેટ્રોલીંગ

કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવાનાં ભાગરૂપે

અમરેલીનાં નવનિયુકત એએસપી અભય સોની દ્વારા ફૂટ પેટ્રોલીંગ

સીટી પીઆઈ જે.જે. ચૌધરી પણ જોડાયા

અમરેલી, તા. 7

અમરેલીનાં નવનિયુકત એએસપી અભય સોની તથા સીટી પીઆઈ જે.જે. ચૌધરીની આગેવાની નીચે સીટી પોલીસ સ્‍ટેશનનાં કર્મચારીઓ ઘ્‍વારા અમરેલી શહેરનાં નાગનાથ ચોક, ડો. જીવરાજ મહેતા ચોક, ટાવર ચોક, બહારપરા, ચાંદની ચોક, હિરામોતી ચોક વિગેરે વિસ્‍તારમાં કાયદો અને વ્‍યવસ્‍થાની મત તપાસ કરવા માટે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્‍યું હતું.

અમરેલી શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ સારી હોય, ટ્રાફીક અને સામાન્‍ય પ્રશ્‍નોની જાણકારી મેળવી નવનિયુકત એએસપી ઘ્‍વારા લોકોનાં હિતમાં પ્રશ્‍નો ઉકેલવા જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી.

error: Content is protected !!
%d bloggers like this: