સમાચાર

બાબરાનાં વાજિંત્રોની મરામત કરનાર પરિવારો બેકાર બન્‍યા

બાબરાનાં વાજિંત્રોની મરામત કરનાર પરિવારો બેકાર બન્‍યા

બાબરામાં વાજિંત્રોની મરામત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ડબગર સમાજના પરિવારની લોકડાઉનના સમય બાદ અનલોકમાં પણ ભારે કફોડી હાલતમાં છે અને હવે કયારે પોતાનો વ્‍યવસાય રાબેતા મુજબ શરૂ થશે તેની રાહમાં અને ચિંતામાં આ સમાજના પરિવારો મુકાયા છે. ઢોલ, નગારા, હાર્મોનિયમ, ખંજરી, ઢોલક, તબલા, મંજીરા સહિતના વાજિંત્રોને વેંચવા તેમજ મરામત કામગીરી આ પરિવાર ઘ્‍વારા       પેઢીઓથી કરતા આવે છે અને તેમનો આ વ્‍યવસાય અન્‍ય કોઈ સમાજ કે વ્‍યકિતઓ નહિ કરતા હોવાથી સારો ચાલી રહૃાો હતો. પણ કોરોના મહામારીના કારણે લોકડાઉન આવતા તેની સીધી અસર આ સમાજના કારીગરો પર પડી કારણ કે લોકડાઉન બાદ અનલોકમાં ધૂન, ભજન, સંતવાણી, ગરબા જેવા જાહેર કાર્યક્રમોને હજુ સુધી છુટછાટ મળી નથી જેથીજરૂરી વાજિંત્રોની જોઈએ તેવી ખરીદી કે મરામત કરવા કોઈ આવતું નથી. બાબરા શહેરમાં વર્ષોથી ડબગર સમાજના વર્ષાબેન પરમાર અહીં નાગનાથ કોમ્‍પ્‍લેક્ષમાં બેસી વાજિંત્રો મરામત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહૃાા છે. સાત વરસ પહેલા તેમના પતિનું અવસાન બાદ પણ પરિવારના જીવનનિર્વાહ માટે આ વ્‍યવસાયને આગળ ધપાવી રહૃાા છે. વર્ષાબેન પરમારને આ વ્‍યવસાયમાં પોતાનો સગો ભાઈ ધર્મેન્‍દ્રભાઈ સપ્‍તાહમાં મદદ કરવા આવે છે. વર્ષાબેન ઘ્‍વારા જણાવ્‍યું હતું કે વાજિંત્રો મરામત કરી રોજીરોટી રળવાનો આ વ્‍યવસાય અમારો     પેઢીઓથી ચાલતો આવે છે પણ આ વર્ષે કોરોનાના કારણે અમોને ઘણી મુશ્‍કેલીઓ સહન કરવાનો વારો આવ્‍યો છે. કારણ કે જેની ઉપર અમારો ધંધો નભે છે તે જાહેર કાર્યક્રમો હાલ તમામ બંધ છે પણ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અમુક ધૂન, ભજન અને પ્રભાતફેરીઓના કારણે થોડો વધુ હાલ આ વ્‍યવસાય શરૂ રહૃાો છે. રાજય સરકાર ઘ્‍વારા લગભગ દરેક માટે આર્થિક સહાય કરવામાં આવી છે અમારા સમાજ માટે પણ યોગ્‍ય વિચારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

error: Content is protected !!
%d bloggers like this: