સમાચાર

અમરેલીનાં રાજમહેલ પટાંગણમાંથી પસાર થાવ એટલે સ્‍વર્ગલોક નજીક પડે

છેલ્‍લા ર વર્ષથી ભયાનક સમસ્‍યા છતાં શાસકોને કાંઈ પડી નથી

અમરેલીનાં રાજમહેલ પટાંગણમાંથી પસાર થાવ એટલે સ્‍વર્ગલોક નજીક પડે

પદાધિકારીઓ અને અધિકારીઓ જયાં બેસીને જિલ્‍લાનાં વિકાસની ચર્ચા કરે છે તે પટાંગણમાં જ વિનાશક દ્રશ્‍યો

અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપરાંત જાગૃત્ત આગેવાનો પણ ચુપચાપ અન્‍યાય સહન કરી રહૃાા છે

રાજમહેલ પટાંગણની સમસ્‍યા દૂર કરવા માટે હવે સીધી જ મુખ્‍યમંત્રી રૂપાણીને ફરિયાદ કરવાનો નિર્ણય

અમરેલી, તા. 6

અમરેલી જિલ્‍લાનાં ગૌરવસમો ગાયકાવડી રાજમહેલ જે સ્‍થળે આવેલ છે તે પટાંગણમાં છેલ્‍લા ર વર્ષથી અરાજકતાનો માહોલ જોવા મળી રહૃાો હોવા છતાં પણ શાસકોને કોઈ ગંભીરતા જોવા મળતી નથી.

અમરેલીનાં રાજમહેલ પટાંગણમાંકલેકટર, આયોજન અધિકારી, અધિક કલેકટર, સમાજ સુરક્ષા, વિભાગીય પોલીસ અધિકારી સહિતનાં અધિકારીઓની કચેરી કાર્યરત છે. ન્‍યાય મંદિર, મજુર અદાલત, સીટી પોલીસ સ્‍ટેશન, ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટની પણ કચેરીઓ આવેલી હોવા છતાં રાજમહેલનાં તમામ માર્ગો અતિ ભયજનક બન્‍યા છે. બેફામ ગંદકી, બંધ સ્‍ટ્રીટલાઈટ, આડેધડ પાર્કીંગ સહિતની સેંકડો સમસ્‍યાઓ ઘર કરી ગઈ હોય જિલ્‍લાભરમાંથી આવતાં અરજદારો પણ ત્રાહીમામ પોકારી ગયા છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, રાજયનાં કેબિનેટ મંત્રી, સાંસદ, ધારાસભ્‍યોની પણ આવન-જાવન હોવા છતાં પણ રાજમહેલ પટાંગણની દુર્દશા દૂર કરવાનું કોઈને યાદ આવતું નથી અને જે પટાંગણમાં આવેલ કચેરીમાં બેસીને જિલ્‍લાનાં વિકાસની ચર્ચાઓ થાય છે તે પટાંગણનો જ વિકાસ કરવામાં આવતો ન હોય જિલ્‍લાાનો વિકાસ કેવી રીતે થતો હશે તેવો વેધક પ્રશ્‍ન શહેરીજનોમાંથી ઉભો થઈ રહૃાો છે.

છેલ્‍લા ર વર્ષથી રાજમહેલ પટાંગણની સમસ્‍યા અંગે ભભઅમરેલી એકસપ્રેસભભમાં અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં હોવા છતાં પણ સ્‍થાનિક શાસકો      આળશ ખંખેરતા ન હોવાથી હવે સીધી જ રજૂઆત મુખ્‍યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવી રહૃાાનું પણ જાણવા મળેલ છે.

error: Content is protected !!