સમાચાર

જાફરાબાદ ખાતે મહાત્‍મા ગાંધીની જન્‍મજયંતીએ પુસ્‍તક પ્રદર્શન યોજાયું

જાફરાબાદ ખાતે મહાત્‍મા ગાંધીની જન્‍મજયંતીએ પુસ્‍તક પ્રદર્શન યોજાયું

જાફરાબાદ, તા.પ

જાફરાબાદ ખાતે આવેલ શેઠ ત્રિ.મા. લાઈબ્રેરીમાં પૂજય મહાત્‍મા ગાંધીજીની 1પ0મી દ્વિવાર્ષિક જન્‍મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિતે આ લાઈબ્રેરીમાં એક ગાંધી સાહિત્‍યનું પુસ્‍તક પ્રદર્શન રાખવામાં આવેલ હતું. અને આ લાઈબ્રેરીના સ્‍થાનિક વ્‍યવસ્‍થાપન કમિટીના સભ્‍ય અને વાચક એચ.એમ. ધોરીએ ગાંધી સાહિત્‍ય અને ગાંધી જીવનના આદર્શોને લગતું પ્રેરક પ્રવચન આપેલ હતું. આ તકે સંસ્‍થાના માનદ નિયામક ઠાકોરદાસ રામાનંદી, ગ્રંથપાલ અલારખભાઈ તેમજ આ લાઈબ્રેરીના નિયમિત વાચકો પૈકી અજીત સાંખટ, ભરત બારૈયા, રિપોર્ટર શંકરભાઈ બાંભણીયા, અમરશી, જબ્‍બરખાન પઠાણ, ગોપાલ વિગેરે ઉપસ્‍થિત રહયા હતા. અત્રે યાદ રાખવું જરૂરી છે કે જાફરાબાદની આ લાઈબ્રેરી એક ઐતિહાસિક ધરોહર સમાન છે. આ લાઈબ્રેરીને 4 વખત મોતીભાઈ અમીન એવોર્ડ મળેલ છે. એક વખત વાંચન સેવા એવોર્ડ મળેલ છે. ર1 હજાર ઉપરાંતના પુસ્‍તકો છે. 118 વર્ષ જૂની આ લાઈબ્રેરી જાફરાબાદની આન, બાન, શાન સમાન છે. જાફરાબાદના ધમધમતા મેઈન ચોકમાં આવેલ છે. લોકો માટે આત્‍મ ઔષધ સમાન છે. આલાઈબ્રેરીના વ્‍યવસ્‍થા કમિટીના સભ્‍ય સીટીજન ફોરમ અને હયુમન રાઈટસ એનજીઓ ચેરમેન સ્‍ટ્રીટ ન્‍યૂઝના પ્રેસ રિપોર્ટર ધી એચ.એમ. ધોરી પોતાનો મૂલ્‍યવાન સમય કાઢીને યોગદાન આપી         રહયા છે.

error: Content is protected !!
%d bloggers like this: