સમાચાર

આંબરડી સફારી પાર્ક આગામી ર ઓકટોબરથી પર્યટકો માટે ખુલ્‍લો મૂકાશે

આંબરડી સફારી પાર્ક આગામી ર ઓકટોબરથી પર્યટકો માટે ખુલ્‍લો મૂકાશે

ધારી,તા.ર9

કોવિડ-19ની સ્‍થિતિ અને રાજય સરકાર અને કેન્‍દ્ર સરકારની સૂચનાથી ગીર અભ્‍યારણ્‍યને 17 માર્ચ, ર0ર0થી પ્રવાસન હેતુ માટે બંધ કરવામાં આવ્‍યું હતું. તાજેતરમાં વન વિભાગના આદેશથી આંબરડી સફારી પાર્કને આગામી તા.ર ઓકટોબર, ર0ર0ના રોજ પ્રવાસીઓ માટે પ્રવાસન હેતુ ખુલ્‍લો મૂકવામાં આવશે. તમામ પર્યટકોએ મુલાકાત વેળાએ કેન્‍દ્ર અને રાજય સરકાર દ્વારા કોવિડ-19 અંગે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓનું ચૂસ્‍તપણે પાલન કરવા ધારી વન વિભાગની એક યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!
%d bloggers like this: