સમાચાર

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

નિવાસ સ્‍થાને જ આઈસોલેટ કરાયા

અમરેલી, તા.ર9

અમરેલી જિલ્‍લામાં કોરોના બેકાબુ બન્‍યો હોય તેમ સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્‍યા વધતી રહે છે. ત્‍યારે આજે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાને પણ કોરોના પોઝિટિવ આવતા પ્રથમ હોસ્‍પિટલ ખાતે ખસેડાયા બાદ સ્‍થિતિ સામાન્‍ય જોવા મળતા સાંસદને હોમ આઈસોલેટ કરવામાં આવ્‍યા છે.

અમરેલી જિલ્‍લામાં સામાન્‍ય માનવીથી લઈ રાજકીય પદાધિકારીઓ સહિતના લોકોને કોરોના પરેશાન કરી રહયો છે. ત્‍યારે અમરેલીના સાંસદ નારણભાઈને આજે સવારે કોરોનાના સામાન્‍ય લક્ષણો જણાતા તેઓને કોરોના ટેસ્‍ટ કરાવવા માટે દવાખાને પહોંચી ગયા હતા.

ફરજપરના તબીબોએ સાંસદને તપાસી તથા રેપીડ ટેસ્‍ટ તથા લેબોરેટરી ટેસ્‍ટ સહિતના ટેસ્‍ટ કરાવાતા સાંસદને પ્રાથમિક સ્‍ટેજ ઉપર કોરોના હોવાનું જણાતા તેમને પોતાના ઘરે જ સારવાર આપવા માટે થઈ આઈસોલેટ કરવામાં આવ્‍યા છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે અમરેલી જિલ્‍લાના રાજકીય આગેવાનો ધારાસભ્‍ય અમરીશ ડેર, વિરજીભાઈ ઠુંમર, પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, મનસુખભાઈ ભુવા, જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર, પી.પી. સોજીત્રા, દિનેશ પોપટ સહિતના આગેવાનો કોરોનાની ઝપટમાં ચડી ચૂકયા છે. જે તમામ રાજકીય આગેવાનો હવે કોરોનાથી સંપૂર્ણ પણે મુકત થયા છે.

error: Content is protected !!
%d bloggers like this: