સમાચાર

જાફરાબાદ : વિવેકાનંદ સોસાયટીની મહિલાઓ દ્વારા પુરષોત્તમ માસની ઉજવણી

જાફરાબાદ : વિવેકાનંદ સોસાયટીની મહિલાઓ દ્વારા પુરષોત્તમ માસની ઉજવણી

જાફરાબાદ વિવેકાનંદ સોસાયટીની મહીલાઓ દ્વારા અધીકમાસ ની ઉજવણી કરવામાં આવી. જાફરાબાદ ઉના રોડ ઉપર આવેલી વિવેકાનંદ સોસાયટીની મહીલાઓ  દર વખત અધીકમાસ આવે ત્‍યારે શરૂઆત થી જ આ સોસાયટીમાં ગોરમાનું પુજન કરવામાં આવે છે રોજ સવારે સોસાયટીની મહીલાઓ એક સાથે પુજાપાઠ અને, કીર્તન કરે અને દર રવિવારે અલગ અલગ ધાર્મીક સ્‍થળ પર જઇ સ્‍નાન કરીને ત્‍યાં ગોરમાનું પુંજન કરે આ રવિવારે જાફરાબાદના સરકેશ્ર મંદિરે દરીયામાં સ્‍નાન કરીને દરીયા કીનારે ગોરમાનું  પુંજન કરવામા આવ્‍યું હતુ. વિવેકાનંદ સોસાયટીની મહીલાના કાર્યકર લીલાબેન ભટ્ટ તથા ઉષાબેન તથા સારદાબેન  તથા અન્‍ય મહીલાઓ દ્વારા અધીક માસ દરમીયાન ઘણા બધા ધાર્મીક કાર્ય થતાં હોય  પરંતુ આ વખતે કોરોના જેવા ભયંકર રોગના કારણે આ મહીલાઓ સાદાઈથી અને કોરોનામાંથી ઝડપથી મુક્‍તત થાય એવી રીતે અધીક માસની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!
%d bloggers like this: