સમાચાર

વડિયા ખાતેથી વિદેશીદારૂ સાથે ર યુવાનોની અટકાયત કરવામાં આવી

એસપીની સુચનાથી ક્રાઈમ બ્રાન્‍ચનો સપાટો

વડિયા ખાતેથી વિદેશીદારૂ સાથે ર યુવાનોની અટકાયત કરવામાં આવી

અન્‍ય એક આરોપીની શોધખોળ શરૂ કરી

અમરેલી, તા. ર8

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલસીબીના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર પી.એન. મોરીની રાહબારી નીચે અમરેલી એલસીબી ટીમે વડીયા ટાઉનમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્‍થા સાથે બે ઈસમોને પકડી               પાડેલ છે.

ગઈકાલ તા. ર7/9/ર0ની રાત્રીનાં વડિયા ટાઉનમાં પેટ્રોલીંગ દરમિયાન એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે વડિયા ટાઉનમાં જીઈબી રોડ ઉપર રામાપીરનાં મંદિર પાસે રહેતા રાજુ ભાભલુભાઈ બોઘરા તથા ત્રુપેશ હરેશભાઈ કથીરીયા બન્‍ને એકબીજાનાં મેળાપીપાણામાં ગેરકાયદેસર પરપ્રાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો પોતાના રહેણાંક મકાને ઉતારી હોન્‍ડા સીટી કાર નં. જી.જે.-03 એચકે 0333માંહેરફેર કરી વેચાણ કરે છે તેવી ચોકકસ બાતમી મળતાં બાતમીવાળી જગ્‍યાએ રેઈડ કરતાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલો સાથે ઉપરોકત બન્‍ને ઈસમોની અટકાયત કરવામાં              આવી છે.

ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-પપ કિંમત રૂા. 14,8પ0 તથા હોન્‍ડા સીટી કાર નંબર જી.જે.-03 એચકે 0333 કિંમત રૂા. ર,પ0,000 તથા મોબાઈલ ફોન નંગ-3 કિંમત રૂા. 3,000 તથા રોકડા રૂા. 40,પ00 મળી કુલ કિંમત રૂા. 3,08,3પ0નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

પકડાયેલ બન્‍ને ઈસમો વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદામાલ વડિયા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. અને હાજર નહી     મળી આવેલ આરોપી મહિપત દેવકુભાઈ વાળાને હસ્‍તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: