સમાચાર

અમરેલીનાં એસ.ટી.ના ટી.આઈ. બી.કે. જેઠવા વયમર્યાદાથી નિવૃત્ત થતાં વિદાય અપાઈ

અમરેલીનાં એસ.ટી.ના ટી.આઈ. બી.કે. જેઠવા વયમર્યાદાથી નિવૃત્ત થતાં વિદાય અપાઈ

બીપીનભાઈ કે. જેઠવા જેઓ એસ.ટી.માં ડ્રાઈવરતરીકે તા.ર/6/94ના રોજ દાખલ થયેલ. અને એસ.ટી. કર્મચારી મંડળ યુનિયન આગેવાન તરીકે જોડાયા. તેઓ પોતાની નોકરી દરમિયાન કયારેય પણ નોકરીમાં બેદરકાર રહયા નથી. એક મુઠી ઉચેરો માનવી પોતાની નોકરીમાં કયાંય પણ કોઈપણ પ્રકારના દાગ વગર નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપણે પોતાની ડ્રાઈવરની નોકરીમાં તેમની સર્વિસ બુકમાં કોઈપણ અનિયમિતતાનો રિમાર્કસ કયારેય લાગેલ નથી. જે તેમણે કરેલ નોકરીનું પ્રમાણ છે. તેઓ ડ્રાઈવરમાંથી એ.ટી.આઈ. તરીકે તા.1/7/1પના રોજ પ્રમોશન મળેલ છે. જયારે 10/7/17ના રોજ તેઓને ટી.આઈ.નું પ્રમોશન      મળેલ છે. તેઓનો વિદાય સમારંભ વિ.નિ. ચારોલાના પ્રમુખ સ્‍થાને યોજવામાં આવેલ. તેમજ આમંત્રણ આપીને જી.ઓ. શાહ વિ.નિ. જૂનાગઢ તેમજ જે.પી. સોજીત્રા ચેરમેન અ.ન. પાલિકા પૂર્વ પ્રમુખ પંકજભાઈ જાની, પૂર્વ પ્રમુખ ક્રેડીટ કો.ઓ. સોસા.ના કે.કે. વાળા, મજુર મહાજનના પૂર્વ પ્રમુખ જસાણીભાઈ, ડીએમઈ ચાવડા, અંસારી તેમજ સિકયુરીટી અધિકારી જે.પી. ગોહિલ, ડી.ટી.ઓ. નથવાણી, તમામ શાખા અધિકારીઓ તથા ક્રેડીટ સોસા.ના પ્રમુખ ગંભીરભાઈ વાળા તથા ઉપપ્રમુખ રાજુભાઈ વાળા તથા ગોલણભાઈ ડાંગર તથા રઘુભાઈ ધાધલ અને જયરાજભાઈ ધાધલ તેમજ મજુર મહાજનના પ્રમુખ અરવિંદભાઈ સરખેદી અને નરેશ વેકરીયા, દીપક ડાભી,મહેશ પડાયા, કાળુભાઈ માયાણી, હિંમત માંગરોળીયા તેમજ જુદા જુદા ડેપોના આગેવાનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. પ્રાસંગિક પ્રવચન કે.કે. વાળાએ પોતાની આગવી શૈલીમાં બીપીનભાઈ જેઠવાની નોકરીમાં કરેલ ઉતમ સેવાને બિરદાવીને અભિનંદન પાઠવેલ. જયારે વિ.નિ. જી.ઓ. શાહે પણ બીપીનભાઈની નોકરીની ભરપૂર પ્રશંસા કરીને અભિનંદન પાઠવેલ. વિ.નિ. નારોલા પોતાના પ્રવચનમાં બીપીનભાઈની કામગીરીથી પ્રભાવિત થઈને અન્‍ય કામદારોએ પ્રેરણા લેવી જોઈએ. તેઓએ પોતાની નોકરી અને યુનિયનમાં ખંતપૂર્વક, વફાદારી પૂર્વક તેઓની ફરજ બજાવી પોતાની નોકરીમાંથી નિવૃત થયા છે. ત્‍યારે તેઓ નિવૃતિ પછી પોતાનો પરિવાર સાથે ખૂબ સારી રીતે જીવન આનંદથી જીવે અને દિર્ધ આયુષ્‍ય પ્રાપ્‍ત કરે તેવી પોતાના પ્રવચનમાં આશીર્વાદ અને અભિનંદન પાઠવેલ છે. બીપીનભાઈ જેઠવાને એસ.ટી. કર્મચારી મંડળના આયોજક દ્વારા મહામંત્રી રમેશભાઈ માલવીયા અને પ્રમુખ નંદાભાઈ કાબરીયાએ શાલ, મોમેન્‍ટો, ફૂલહારથી સન્‍માન કરેલ. જયારે અમરેલી ડેપોના એટીઆઈ અને ક્રેડીટ સોસા.ના પ્રમુખ ગંભીરભાઈ વાળા, રાજુભાઈ વાળા, ગોલણભાઈ ડાંગર, જયરાજભાઈ ધાધલ અને રઘુભાઈ ધાધલે ફૂલહાર, શાલ અને સમૃતિ ભેટથી સન્‍માન કરેલ. જયારે પૂર્વ પ્રમુખ ક્રેડીટ સોસા. કે.કે. વાળાએ પણબીપીનભાઈને સ્‍મૃતિ ભેટ, શાલ અને ફૂલહારથી સન્‍માનીત કરેલ. જયારે મજુર મહાજન યુનિયનના ડ્રાઈવરમાંથી નિવૃત થનાર હારૂનભાઈ કચરા પણ વયમર્યાદાને કારણે નિવૃત થતા તેઓને પંકજ જાની તથા કે.કે. વાળાએ સ્‍મૃતિ ભેટ, શાલ, ફૂલહારથી સન્‍માન કરેલ. ત્‍યારબાદ બીપીનભાઈ જેઠવાને તમામ ડેપોના આગેવાનો શિસ્‍તબઘ્‍ધ લાઈનમાં ઉભા રહીને ફૂલહાર, શાલથી સન્‍માનીત કરી ખૂબ જ સન્‍માન આપેલ. જે.પી. ગોહિલ સુરક્ષા અધિકારીએ પોતાની શાખામાંથી નિવૃત થતા હોય વિશેષ શાલ, મોમેન્‍ટો અને ફૂલહારથી સન્‍માનીત કરેલ. ડી.એમ.ઈ. ચાવડા, વર્કશોપની ટીમ દ્વારા સન્‍માન કરેલ. બીપીનભાઈ જેઠવાએ પોતાના પ્રત્‍યુતરમાં જણાવેલ કે હું નાનો માણસ ઘણી જવાબદારી સાથે ફરજ બજાવી પણ કયારેય કોઈ મારાથી નારાજ થયેલ હોય તો આ ક્ષણે હું બધાની માફી માંગું છું અને તમામનો ખૂબ ખૂબ આભાર માનેલ. અંતમાં ભોજન લઈને કાર્યક્રમ સમાપન કરેલ. સમગ્ર સંચાલન કે.કે. વાળાએ કરેલ હતું.

error: Content is protected !!
%d bloggers like this: