સમાચાર

ખેડૂતો કોન્‍ટ્રેકટ ફાર્મિંગમાં ફસાઈ જશે તો હાલત અતિ દયનીય બની જશે : ધારાસભ્‍ય ઠુંમર

અગાઉ ‘‘પેપ્‍સી” કંપની ખેડૂતોને પરેશાન કરી ચૂકી છે

ખેડૂતો કોન્‍ટ્રેકટ ફાર્મિંગમાં ફસાઈ જશે તો હાલત અતિ દયનીય બની જશે

લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરનું નિવેદન

અમરેલી, તા. ર8

કોન્‍ટ્રકટ ફાર્મિંગ વિશે અગત્‍યની બાબતો સાથે લાઠીનાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્‍યું હતું કે, જો તમે સમજવા માંગતા હોવ કે કરારની ખેતી કઈ હદ સુધી જીવલેણ હોઈ શકે છે, તો પછી એક વખત ગુજરાતના ભપેપ્‍સીકો કેસભ વિશે જાણો. મલ્‍ટિનેશનલ કંપની પેપ્‍સીકોનું તમારૂં સૌથીપ્રખ્‍યાત ઉત્‍પાદન પેપ્‍સી હશે પરંતુ પેપ્‍સી બ્રાન્‍ડ સિવાય આ કંપની કવેકર ઓટસ, ગેટોરેડ, ફ્રિટો લે, સોબી, નેકેડ, ટ્રોપિકાના, કોપેલા, માઉન્‍ટેન ડયુ વગેરે બનાવે છે. જો કે પ્રખ્‍યાત ઉત્‍પાદન છે ભલેભની ચિપ્‍સ. આ ચિપ્‍સમાં વપરાતા બટાટાને પેપ્‍સીકોએ તેના નામથી પેટન્‍ટ કરાવ્‍યું છે. પેપ્‍સિકો દાવો કરે છે કે તે તેની બ્રાન્‍ડની ચિપ્‍સ બનાવવા માટે વિશેષ બટાટા વાપરે છે તેથી આવા બટાટા પર ફકત તેનો જ અધિકાર છે.

પેપ્‍સિોક કંપની ભારતના ખેડૂતો સાથે વિશેષ બટાટા ઉગાડવા માટે કરાર કરે છે તે બીજ પણ આપે છે અને પાક પણ ખરીદે છે તે કરારની ખેતી છે. એક વર્ષ પહેલા પેપ્‍સીકોએ ગુજરાતમાં ત્રણ ખેડૂતો સામે દાવો કર્યો હતો. પેત્‍સીકોએ આરોપ લગાવ્‍યો હતો કે આ ખેડૂતો પેપ્‍સીકોમાં નોંધાયેલ વિવિધ પ્રકારના બટાટા ગેરકાયદેસર રીતે ખેડતા અને વેચતા હતા તે બાબતે ઠુંમરે દાખલા દલીલો સાથે જણાવ્‍યું હતું કે, પેપ્‍સીકો કંપનીના જણાવ્‍યા મુજબ ગુજરાતના ત્રણ ખેડૂતોએ લાઈસન્‍સ વિના આ બટાટા ઉગાડી, કાયદેસરના પેપ્‍સીકોનાં અધિકારનો ભંગ કર્યો છે. પેપ્‍સીકોની ફરિયાદ બાદ બટાટાના નમૂના લેવામાં આવ્‍યા હતા અને ઈન-હાઉસ લેબોરેટરીમાં તેમજ સિમલાની આઈસીએઆર અને સેન્‍ટ્રલ બટાટા રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટને ચકાસણી માટે ડીએનએ વિશ્‍લેષણ માટેમોકલવામાં આવ્‍યા હતા. પરિણામોએ બતાવ્‍યું કે, ગુજરાતના આ ખેડૂતો રજીસ્‍ટર બટાટા વેચતા હતા.

કંપનીની ફરિયાદ અને બટાટાની જાતની નોંધણીને ઘ્‍યાનમાં રાખીને વેપારી અદાલતે ત્રણેય ખેડૂતો છબીલભાઈ પટેલ, વિનોદ પટેલ અને હરીભાઈ પટેલને દોષી ઠેરવ્‍યા હતા અને બટાટા ઉગાડવા અને વેચવા પર પ્રતિબંધ મુકયો હતો.

કોર્ટે ત્રણેય ખેડૂતોનો જવાબ પણ માંગ્‍યો હતો. જવાબ મળ્‍યા પછી તેમના પર કડક પગલાં લેવામાં આવશે જેથી તેઓને એટલો દંડ થઈ શકે કે તેઓએ તેમના ખેતરો વેચવા પડશે. અહી સમજવાની મૂળ વાત એ છે કે ખેડૂત ઘણી જગ્‍યાએથી બીજ લાગે છે, કંપની તેમના પર કરોડો રૂપિયાનો દાવો કેવી રીતે કરી શકે અને નાના ખેડૂત તેમના માટે જોખમ છે તે કેવી રીતે કહી શકાય ?

જો કે ખૂબ વિરોધ પછી પેપ્‍સીકોએ પોતાના આ કેસને પડતા મૂયા છે પણ આ દાખલો કોન્‍ટ્રેકટ ફાર્મિંગની વરવી વાસ્‍તવિકતાને ઉઘાડી પાડે છે. મોદી સરકારના નવા કાનૂનો ઘ્‍વારા આવું કોન્‍ટ્રેકટ ફાર્મિંગ હવે સામાન્‍ય બનવા જઈ રહૃાું છે. અંતમાં ઠુંમરે ખેડૂતોની ચિંતા વ્‍યકત કરતા કહૃાું કે આમાં ખેડૂતોનો મરો ના થાય તો બીજું શું થાય ?

error: Content is protected !!
%d bloggers like this: