સમાચાર

ઠેબી જળાશયમાંથી ચુપચાપ પાણી છોડવાનું કૌભાંડ ?

સિંચાઈ વિભાગનાં અધિકારીઓ શું કરવા ધારે છે તે સમજાતું નથી

ઠેબી જળાશયમાંથી ચુપચાપ પાણી છોડવાનું કૌભાંડ

ડૂબમાં ગયેલ ખેતીની જમીનને બચાવી લેવા માટે કે શિયાળુ પાક માટે પાણી છોડાતું હોવાની ચર્ચા

વર્ષો બાદ ઠેબી જળાશય છલોછલ થયો હોય પાળાને નુકસાન થાય તો એવું માનીને પણ પાણી છોડાતું હોવાની આશંકા

શહેરની દોઢ લાખની જનસંખ્‍યા પીવાના પાણી માટે જેના પર આધારિત છે તે જળાશયમાંથી પાણી છોડવું યોગ્‍ય નથી

અમરેલી, તા. ર6

અમરેલીનાં દોઢ લાખની જનસંખ્‍યાની જીવાદોરી સમાન ગણાતા ઠેબી જળાશયમાંથી સિંચાઈ વિભાગ ઘ્‍વારા ચુપચાપ પાણી છોડવાનું કૌભાંડ કરવામા આવતું હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડેલ હોય કલેકટર, ધારાસભ્‍ય અને સાંસદ ઘ્‍વારા આ પ્રકરણની તટસ્‍થ તપાસનાં આદેશ આપવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે.

શહેરમાં ચર્ચાતી વિગતો મુજબ ઠેબી જળાશય બન્‍યાને 30 વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થયો છે અને સૌ પ્રથમ વખત જળાશય છલોછલ થયો હોય અગાઉ એક વખત જળાશયમાં તીરાડ પડી જતાં તે ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સિંચાઈ વિભાગ ઘ્‍વારા પાણી છોડવામાં આવે છે કે પછી જાળશય નીચે આવતી ખેતીની જમીન કે જે સંપાદન થઈ છે તેમાં પાણી ભરાતા અનેક ખેડૂતોનો પાક નિષ્‍ફળ જવાની સાથે શિયાળુ પાક લઈ નશકે એટલે તેના હિત ખાતર પાણી છોડવામાં આવે તે તપાસનો વિષય છે.

એવું પણ ચર્ચાઈ રહૃાું છે કે, દિવસ દરમિયાન જળાશયનાં દરવાજા ઓછા ખોલવામાં આવે છે અને મોડી રાત્રીનાં વધારે પ્રમાણમાં દરવાજા ખોલીસને પાણીને છોડી દેવામાં આવી રહૃાું છે. અમુક મુઠ્ઠીભર વ્‍યકિતઓનાં હિતમાં દોઢ લાખનાં શહેરીજનોને ચિંતા કરવામાં ન આવે તે બાબત અતિ નિંદનીય છે.

શહેરમાં ચર્ચાતી વિગતો અંગે છેલ્‍લા 1પ દિવસમાં જળાશયની જળસપાટીમાં કેટલી ચડ-ઉતર થઈ તેની તપાસ કરવામાં આવે અને સમગ્ર હકીકત શું છે તે અંગે સિંચાઈ વિભાગ સત્તાવાર જાહેરાત કરીને શહેરીજનોમાં શરૂ થયેલ અનેકવિધ ચર્ચાઓનો ખુલાશો કરે તે સમયની માંગ છે.

error: Content is protected !!
%d bloggers like this: