સમાચાર

કોંગી આગેવાનોનાં નિવેદનોથી સાવચેત રહો : માલાણી

નામ લીધા વગર ધારાસભ્‍ય ઠુંમર અને પરેશ ધાનાણી પર કર્યા શાબ્‍દિક પ્રહારો

કોંગી આગેવાનોનાં નિવેદનોથી સાવચેત રહો : માલાણી

કોંગ્રેસ સરકાર વખતે ખેડૂતોને અતિવૃષ્‍ટિ કે અનાવૃષ્‍ટિમાં ફૂટી કોડીની પણ સહાય મળતી ન હતી

ખેડૂત નેતા હોવાનો ઢોંગ કરીને આલીશાન જીંદગી પસાર કરતાં કોંગી નેતાઓને ઓળખી લો

સાવરકુંડલા, તા. ર6

સાવરકુંડલા માર્કેટયાર્ડનાં ચેરમેન અને ખેડૂત આગેવાન દિપકભાઈ માલાણી અખબારી નિવેદનથી જણાવે છે કે, ઘણા લાંબા સમયથી જયારે કેન્‍દ્ર કે રાજય સરકાર તરફથી ખેડૂતોને સહાય-રાહત ગણાય તેવા પેકેજ કે યોજના સરકાર જાહેર કરે એટલે તરત જ જેમ ઈલેકટ્રીક કરંટ કે તાપ લાગે તેમ ખેડૂતોને કોઈપણ રીતે પોતાની જાળમાં જકડી રાખવાના ઈરાદાથી જીલ્‍લાની આજકી કોંગ્રેસવાળા પેકેજ કે યોજનાઓ બાબતે મનફાવે તેવા નેગેટીવ નિવેદનોકરી ભભઅમારી કોઈ સરકારે નથી આપ્‍યુ તો તમારાથી કેમ અપાયભભની માનસિકતા બતાવે છે. જેમ કે સપ્‍ટેમ્‍બરના સતત વરસાદથી ખરીફ પાકને થયેલ નુકસાન સામે મુખ્‍યમંત્રીએ 37 કરોડનું પેકેજ જાહેર કર્યુ એટલે તરત જ લાઠીના ધારાસભ્‍યએ ભભખેડૂતને લાખનું નુકસાન અને પાંચ હજારની સહાયભભનાં નામે નિવેદન આપ્‍યું એ અગાઉ વીમા પ્રિમીયમ વગરની સાથે પ્રા. કંપનીઓને વીમામાંથી કાઢી નાખતી ભમુખ્‍યમંત્રી ખેડૂત સહાય યોજનાભ બાબતે પણ ભમુખ્‍યમંત્રી ખેડૂત સહાય યોજના લોલીપોપ છેભ તેવું નિવેદન કર્યુ. આને જ જુની કહેવત મુજબ ભશીંગડે જાલો તો ખાંડા અને પુછડે જાલો તો બાંડાભ કહેવાય. અગાઉ આજ મહાશયો ભાષણો ઉપર ભાષણો કરતા હતા કે સરકાર પ્રા. વીમા કંપનીઓને અબજો રૂપિયા આપી ઘી-કેળા કરાવે છે વિગેરે અને એજ વીમા કંપનીઓને    કાઢી નાખી તો તેને લોલીપોપ કહે છે. આવું જ સરકારે છેલ્‍લા વર્ષો દરમિયાન ખેડૂતોને સહાય કરતી વિવિધ સબસીડીઓ, પેકેજ વિગેરેની જે કાઈ યોજના જાહેર કરી તે બાબતે આનાથી ખેડૂતો કદાચ અમારી જાળમાંથી   નીકળી સરકાર માટે અનુકુળ થઈ જશે તેવી ભીતીથી સજાગતા પૂર્વક અવળા નિવેદનો આપેલ છે. વાસ્‍તવમાં ટેકાનાં ભાવની ખરીદીથી લઈ ટ્રેકટર ખરીદી અને માવઠા સામે હેકટરે રૂા. 6પ00ની સહાયથી લઈ અનેક યોજનાઓ આવીછે કે જેનું 199પ સુધીની કેન્‍દ્ર કે રાજય સરકારે નામ પણ નથી લીધું. અતિ વરસાદવાળુ ભારે ચોમાસુ કે ઓછા વરસાદવાળુ નબળુ ચોમાસુ સમયાંતરે અમુક વર્ષે આવતી રૂટીન સ્‍થિતિ છે. આ કાઈ પ્રથમ વખત ભારે ચોમાસુ નથી થયું. મારી યાદગીરી મુજબ અગાઉ 1983, 1988, 1994નાં ચોમાસા દરમિયાન પણ ભારે વરસાદ થયેલ છે. ઉપરાંત 198રમાં થયેલ કમોસમી વરસાદ સાથેનું ભારે વાવાઝોડુ તે વખતના ખરીફ પાકને પણ આ વર્ષ જેટલી જ નુકસાની થયેલ. એટલે હું તેમને પુછું છું કે ત્‍યારની સરકારે હેકટરે પ00 રૂપિયા આપવાનું પેકેજ આપેલ ખરૂ ? 19પરથી 9પ સુધીમાં માવઠા (કમોસમી વરસાદ) પછી ખેડૂતને હેકટરે રૂા. 6પ00ની સહાય સરકારે આપી છે ખરી ? અને હવે આપી છે તો પાછા કરો છો રૂા. પ000 જ આપી છે તેમ કહેવાનો તમારે અને તમારા રાજકીય ગોત્રને અધિકાર નથી. જો હોય તો મહેરબાની કરી ખેડૂત મિત્રો એવો અર્થ ન કરે કે સરકારે પુરેપુરી સહાય આપી. કુદરત જેટલું આપી શકે તેટલું કોઈ સરકાર, સંસ્‍થા કે રાજા આપી ન શકે. કુદરતી નુકસાનનું સરભર સરકાર, સંસ્‍થા કે રાજા તરફથી ભાગ્‍યે જ થઈ શકતું હોય છે. પણ જેણે ભૂતકાળમાં કદી પણ ખેડૂતો માટે આવા પેકેજો, સહાયો, રાહતો આપ્‍યા નથી. વર્ષોથી તેની સરકાર નથી એટલે મનફાવે તેવા નિવેદનો કરે તેનેલગતા સત્‍યનો પર્દાફાશ ખેડૂતો અને નાગરીકોમાં થવો જ જોઈએ. આ નિવેદનો કરનારા બીજું પણ યાદ રાખે કે ભુતકાળમાં ખેડૂતોએ પેદા કરેલ અને ઘરમાં સાચવેલ   મગફળી, ઘઉં,બાજરા ઉપર સીલ મારી દેવાનો લેવીનો નિયમ કોની સરકારે કાઢયો હતો ? તેને સૌરાષ્‍ટ્રના ખેડૂત આગેવાનોએ માથામાં પાઘડી કે ખમીસ નહી પહેરવાની પ્રતિક્ષા લેવી પડી હતી તે શું કામ ? ખેડૂત ધિરાણ બે લાખનું ઉપાડે કે ત્રણ લાખનું પાક વીમ તો રૂપિયા 10 હજારનો જ લેવાનો નિર્ણય કોની સરકારમાં થયો હતો ? ખેતીવાડીનાં વીજળી કનેકશનો પિતા નોંધાવે અને બીજી પેઢીને મળે તેવું કોની સરકારમાં થતું હતું. નિવેદન કરવાવાળ આ બધુ જાણે છે છતાં યાદ ન હોય તેમ સરકારની ખેડૂતોની સહાય યોજના બાબતે જે નિવેદનો કરે છે તેનો હેતુ માત્ર ખેડૂતોને જેટલા રખાય એટલા એની જાળમાં જકડી રાખવા અને તેના પ્રભારીઓ કે દિલ્‍હીવાળાને કામગીરી બતાવી પત્‍ની કે પુત્રીની ટીકીટ લાવવામાં વટાવવા થાય. એટલે એ બધા ભલે કરે પણ મારા ખેડૂત ભાઈઓને નમ્ર અનુરોધ છે કે જેની સરકાર ન હોય (આની તો વર્ષોથી નથી) એ બધા ભાષણો કે નિવેદનો કરે પણ તેને સાચા માની ન લેવા, અંજાઈ ન જવું તેને સાચા માનવાથી ખેતી કે ખેડૂતને કોઈ લાભ નથી અને અહીયા તો જેને ખેતી કે ખેડૂત સાથે કાંઈનીસબત નથી, પોતાના સંતાનોને પણ ખેતી કે ગામડામાંથી શહેરોમાં મુકી દીધા છે. રાજકારણમાં આવીને જે ખાનગી કોલેજો લઈ આવી શિક્ષણ વેપારનાં ધંધા કરે છે એજ પાછા ખેતી, પાકવીમા જેવા ખેડૂતોના પ્રશ્‍નો ઉપર કલરફુલ ભાષણો અને નિવેદનો કરે છે. અમરેલી જીલ્‍લાનાં ખેડૂત ભાઈઓ આ જીલ્‍લામાં વિતેલ સમયમાં થઈ ગયેલ પેઢી પૂર્વ પેઢીના ખેડૂત આગેવાનોનાં કામ અને જીવન બાબતે વિચાર અને તુલના કરો કે કોઈ ખેડૂત આગેવાને અમરેલીમાં પોતાની ખાનગી લો કોલેજ માંગણી કરેલ ? આમા કોઈ મને નહી તો મારા પત્‍ની, મારી પુત્રીને ટીકીટ પણ પરિવાર બહાર નજર ન જાય એવા હતા કોઈ ? આ બધુ મનન કરો. સરકારની ડીઆરડીએ પાસેની વીમાની મુસાફરી કર્યા વગર સકબ અજમાવીને વીમાની ભથ્‍થુ લઈ લેય તોય ખેડૂતોએ માની લેવાનું કે આને જ આપણી ચિંતા છે આજ સાચો ખેડૂત આગેવાન છે.

આ તો સારૂ છે કે લાંબા વખતથી આ મહાશયોની સરકાર નથી આવી નહી તો અમરેલીના આ બે બંધુઓ કર્ણાટકના બેલારી બંધુઓને પણ વામન કહેવા પડે તેવા કસબી છે. મત્તલબ કર્ણાટકમાં જ બેલારી બંધુઓ નહી અહીયા પણ છે પણ મોકો નથી મળ્‍યો. અંતમાં મારા ખેડૂત ભાઈઓ ઉપર જ છોડુ છું કે ખરો ખેતી-ખેડૂતોનો સાથીદાર કે કાર્યકર હોય તેનામાં ખાનગી લો કોલેજ લઈ આવવાના કે શિક્ષણનાધંધા કરે કે બીજા કયો ? ખરો ખેતી-ખેડૂતનો સાથીદાર કે કાર્યકર હોય તે મથવાવાળા ખેડૂત કાર્યકરને પ્રમોટ કરે કે હોટલ-બોટલવાળાને કે પરિવારવાળાને પ્રમોટ કરે. ખરો ખેડૂત આગેવાન હોય તે ગાય કે બળદની સંગાથ કરે કે લાખો રૂપિયાનો કુતરો પાળે. ખરો ખેતી-ખેડૂતનો સાથીદાર કે કાર્યકર હોય તે ખેડૂતોનાં નાણા ફસાયા હોય ત્‍યાંથી બહાર કઢાવે કે ટ્રસ્‍ટ બનાવી હનીટ્રેપથી ખેડૂતોના નાણા ઓળવી લેય ? વ્‍હાલા ખેડૂત ભાઈઓ જેને આપણે ખેડૂતોના આગેવાન કે હામી માનીએ છીએ જેનાથી અંજાયા છીએ તેની આનાથી પણ બદતર ઘણી બેકસાઈડો છે અને જે હોય તે પણ મહેરબાની કરીને જે કોઈને ખેતી-ખેડૂત કે તેના પ્રશ્‍નો ઉપર ભાષણ કરતા કે નિવેદન કરતા આવડે (વર્ષોથી સરકાર નથી એ કારજ્ઞથી) એનેજ ખેડૂતની પડી છે, એજ સાચો ખેડૂતોનો હામી છે તે માન્‍યામાંથી બહાર આવવા જેવું છે. અને બીજું જેની સરકાર નથી તે પક્ષવાળાને તેની રીતે નિવેદનો, ભાષણ કરવાની છુટ હોય છે પણ જેને માની લેતા પહેલા ઘણી તુલના અને વિચાર કરવા અપીલ છે. જો તેમ નહી થાય તો જેમ બિયારણોમાં થાપ ખાઈએ છીએ અને જેમ નકલી બિયારણોમાં આવી જાય છે તેમ નકલી (શયુડો) ખેડૂત આગેવાનોથી હલાવવું પડશે. અંતમાં સકારના પેકેજ બાબતે આપણે તેમાં હજી પણ વધારો થાય તેવીઆપણે સૌ સરકારમાં અને લોકપ્રતિનિધિઓ મારફત રજૂઆત કરી સહિયારો પ્રયત્‍ન કરવા વિનંતી.

error: Content is protected !!
%d bloggers like this: