સમાચાર

અમરેલી જિલ્‍લાના ખેડૂતોને સહાયપત્રનું વિતરણ કરાયું

સાત પગલા ખેડૂત કલ્‍યાણના યોજના અન્‍વયે

અમરેલી જિલ્‍લાના ખેડૂતોને સહાયપત્રનું વિતરણ કરાયું

મુખ્‍યમંત્રીએ વિડીયો કોન્‍ફરન્‍સના માઘ્‍યમથી રાજયભરના ખેડૂતોને સંબોધિત કર્યા

અમરેલી, તા. ર6

મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમલી બનાવેલી ‘સાત પગલા ખેડૂત કલ્‍યાણના’ યોજના અન્‍વયે અમરેલી જિલ્લાના કિસાનોને વિવિધ કિસાનલક્ષી યોજનાના સહાયપત્રોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે ઉપસ્‍થિત ધારાસભ્‍ય ઝાલાવડીયાએ જણાવ્‍યું હતું કે રાજય સરકારે રાજયના ખેડૂતોની ચિંતા કરીને જે યોજનાઓ અમલી બનાવી છે તેનો લાભ ખેડૂતોએ અચૂક લેવો જોઈએ. ચાલુ વર્ષે થયેલા વધુ પડતા વરસાદથી રાજયનાખેડૂતોને થયેલા નુકશાન માટે રાજય સરકારે રૂપિયા 37 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે, તેનો ઉલ્લેખ કરીને ઝાલાવડીયાએ આ સહાયનો લાભ લઈ કૃષિ ક્ષેત્રે અગ્રેસર થવા ઉપસ્‍થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

દિપપ્રાગટયથી કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ આમંત્રિતોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરાયું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ સ્‍વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફળ-ફુલ- શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્‍યે છત્રી આપવાનો, સીમાંત ખેડૂતો અને ખેત મજુરોને સ્‍માર્ટ હેન્‍ડ ટુલ્‍સ કીટ આપવાનો અને કાંટાળી તારની વાડ માટેની યોજનાનો શુભારંભ કાર્યક્રમ ધારીના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો, જેમાં ધારી, બગસરા અને ખાંભા તાલુકાનો કલસ્‍ટરના 1પ0થી વધુ ખેડૂતો સામેલ થયા હતા.

આ પ્રસંગે વિડીયો કોન્‍ફરન્‍સના માઘ્‍યમથી રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્‍થિત ખેડુતોને સંબોધન કર્યું હતું. ‘સાત પગલા ખેડૂત કલ્‍યાણના’ કાર્યક્રમની વિગતો રજૂ કરતી ટૂંકી ડોકયુમેન્‍ટરી પણ આ પ્રસંગે પ્રસારીત કરાઈ હતી.

આ કાર્યક્રમમાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન કારિયા, ધારી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મનસુખભાઇ ભુવા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, મહામંત્રી વિપુલભાઈ બુસા તેમજ વહીવટી તંત્રનાજિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, સંયુક્‍તત ખેતી નિયામક ગજેરા, અગ્રણી રમણીકભાઇ સોજીત્રા, અશ્વિનભાઈ કુંજડીયા, જીવરાજભાઈ વાળા, ભરતભાઇ અંટાળા તથા મોટી સંખ્‍યામાં અમરેલી જિલ્લાના ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

error: Content is protected !!
%d bloggers like this: