સમાચાર

અમરેલી જિલ્‍લામાં ઔદ્યોગિક વસાહત સ્‍થાપવા માંગ ઉભી થઇ

યુવા નેતા મનિષ સંઘાણીની સી.એમ.ને રજુઆત

અમરેલી જિલ્‍લામાં ઔદ્યોગિક વસાહત સ્‍થાપવા માંગ ઉભી થઇ

અમરેલી, તા. ર6

રાજયને પહેલા મુખ્‍યમંત્રી એવા જીવરાજભાઈ મહેતાની ઓળખ સમો અમરેલી જિલ્લોએ રાજયમાં સામાજીક, આર્થિક, સાંસ્‍કૃતિક અને ભૌગોલીક રીતે ઘણું અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. તેના 6760 ચો.કી.મી. ક્ષેત્રફળમાં 1પ લાખ ઉપરાંતની વસ્‍તી હયાત છે. 619 ગામડાઓ અને 09 નગપાલિકાઓ સહીત શહેરી અને ગ્રામીણ વિસ્‍તારનો સુભગ સમન્‍વય અમરેલી જિલ્લામાં છે. આ ઉપરાંત 74.રપ% નો સાક્ષરતા-દર સાથે અખૂટ શક્‍તિત સાથે યુવાધન આ વિસ્‍તારમાં વસે છે ત્‍યારે અમરેલી જીલ્લાના યુવાનોની ચીંતા કરતા યુવા નેતા અને અમરેલી જીલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણી દ્વારા ગુજરાત રાજયના દિર્ઘદ્રષ્ટા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી અને અમરેલી જીલ્લામાં ઔદ્યોગિક વસાહતો સ્‍થાપવા માટે રજુઆત કરાવામાં આવી અને વધુમાં જણાવ્‍યુ કે, રાજય સરકાર દ્વારા અગાઉ પ્રત્‍યેક તાલુકા દીઠ એક ઔદ્યોગિક વસાહત સ્‍થાપવા અંગે આયોજન કરેલ હતું. પરંતુ હાલઅમરેલી જિલ્લાના 11 તાલુકાઓની સામે માત્ર 06 જ ઔદ્યોગિક વસાહતો છે. જે પૈકી 0ર વસાહતો ખૂબ જ નાની છે અને અન્‍ય વસાહતોમાં પણ ઉદ્યોગો જરૂરીયાત મુજબ કાર્યરત નથી.

તાજેતરમાં કોવીડ-19ની સ્‍થિતિમાંથી આપણે હજુ સંપૂર્ણ પાર પડયા નથી, જેને કારણે ઘણાં લોકોના રોજગાર, વ્‍યવસાય અને નાના કારખાનાઓ ઉપર ઘણી માઠી અસર થયેલ છે. ઉદ્યોગો અને રોજગારીના વિકલ્‍પો જૂજ હોવાના કારણે અમરેલીના યુવાનો અને વયસ્‍કોને રોજગારી અર્થે સુરત, વાપી, કર્ણાવતી, વડોદરા, મુંબઈ જેવા મહાનગરો અને ઔદ્યોગિક નગરોમાં સ્‍થળાંતર કરવું પડે છે, જેની અસર આર્થિક, સામાજીક અને માનસિક રીતે થાય છે. જેથી અમરેલી જિલ્લામાં તાલુકાદીઠ એક ઔદ્યોગિક વસાહત સ્‍થાપવા અર્થે સરકારી જમીનો અંગે સંલગ્ન સંસ્‍થાઓ/કચેરીઓને સર્વેનું કામ સત્‍વરે કરવા તથા હાલની વસાહતોના તમામ એકમો પૂર્ણ ક્ષમતાથી શરૂ થાય તે અંગે જરૂરી આદેશો પારીત થાય તો અમરેલી જિલ્લાનું યુવાધન અને સમગ્ર જનતા આપની આભારી રહેશે તથા રાજયના ઔદ્યોગિક વિકાસમાં પણ આ જિલ્લો પોતાનું યોગદાન આપી શકશે.

error: Content is protected !!
%d bloggers like this: