સમાચાર

લીલીયા ભાજપનાં આગેવાનો ગાંધીનગર ખાતે કોંગ્રેસપક્ષમાં સામેલ

ચૂંટણી નજીકમાં હોય ભાજપ માટે ચિંતા

લે બોલ : લીલીયા ભાજપનાં આગેવાનો ગાંધીનગર ખાતે કોંગ્રેસપક્ષમાં સામેલ

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આવકાર્યા

ગાંધીનગર, તા. ર3

ગાંધીનગર ખાતે આજે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્‍ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં લીલીયા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ અને ભાજપના કદાવર અગ્રણી દકુભાઈ બુટાણી અને ખેડૂત અગ્રણી મેહુલભાઈ ગજેરા ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં ભળતા આગામી તાલુકા પંચાયત, જિલ્‍લા પંચાયતની ચૂંટણી પર અસર જોવા મળશે. આગામી સમયમાં મોટી સંખ્‍યામાં ભાજપ છોડી કોંગ્રેસમાં આ વિસ્‍તારના કાર્યકરો જોડાશે તેવું ચર્ચાઈ રહયું છે. આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા, કોંગ્રેસ અગ્રણી બહાદુરભાઈ બેરા, ભુપતભાઈ ડુંગરીયા, ભીખાભાઈ દેવાણી સહિતના આગેવાનો, અગ્રણીઓ ઉપસ્‍થિત રહી ભાજપ છોડી કોંગ્રેસમાં આવનાર દકુભાઈ બુટાણી, મેહુલભાઈ ગજેરાને આવકારી શુભેચ્‍છા સહ અભિનંદન આપ્‍યાહતા.

error: Content is protected !!
%d bloggers like this: