સમાચાર

અમરેલીમાં કમલમ શરાફી મંડળીનાં પ્રમુખપદે કોમલબેન રામાણી

અમરેલીમાં કમલમ શરાફી મંડળીનાં પ્રમુખપદે કોમલબેન રામાણી

અમરેલી નગર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન સંજયભાઈ રામાણીને કમલમ શરાફી સહકારી મંડળીના પ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી. તો તે પ્રસંગે ગુજકો માસોલના ચેરમેન અને પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્‍લા સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, મઘ્‍યસ્‍થ બેંકના ડિરેકટર મંજુલાબેન જોશી, અમર ડેરીના ડિરેકટર ભાવનાબેન, ચંદુભાઈ રામાણી, મહિલા આગેવાન રેખાબેન માવદીયાની ઉપસ્‍થિતિમાં પ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી. તે બદલ કમલમ શરાફી સહકારી મંડળીના તમામ ડિરેકટરોની ઉપસ્‍થિતિમાં દિલીપભાઈ સંઘાણી દ્વારા જરૂરી માર્ગદર્શન તેમજ આશીર્વાદ પાઠવવામાં આવ્‍યા. તેમજકોમલબેન સંજયભાઈ રામાણી દ્વારા તમામ આગેવાનો તેમજ તમામ ડિરેકટરોને ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવવામાં આવ્‍યા.

error: Content is protected !!
%d bloggers like this: