સમાચાર

ખેડૂતોનાં હિતમાં મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજનામાં સુધારો કરવા માંગ

વિપક્ષીનેતાએ કૃષિમંત્રીને પત્ર પાઠવ્‍યો

ખેડૂતોનાં હિતમાં મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજનામાં સુધારો કરવા માંગ

જાહેર થયેલ યોજનાથી ખેડૂતોને થશે અન્‍યાય

અમરેલી, તા.ર3

કુદરતી આપતિથી ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા પાક નુકસાન માટે આપ હસ્‍તકના કૃષિ વિભાગના ઠરાવ ક્રમાંક પફબ/ 10ર0ર0/ 1994/ ક.7થી મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજનાઓમાં રહેલ વિસંગતતાઓને કારણે રાજયના ખેડૂતોને તેમને ખરેખર થયેલ પાક નુકસાનીનું પૂરૂ વળતર મળશે નહીં, જેથી સદર ઠરાવમાં રાજયના ખેડૂતોના હિતમાં નીચેની વિગતે સુધારો કરવાનો થાય છે.

ક.(1) અનાવૃષ્‍ટિ  (દુષ્‍કાળ) : રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્‍યારથી 31 ઓગષ્‍ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્‍ચે સતત ચાર અઠવાડિયા (ર8 દિવસ) વરસાદ પડેલ ન હોય તો અનાવૃષ્‍ટિ (દુષ્‍કાળ) ગણવાની શરત રાખવામાં આવેલ છે. તેના બદલે બે વરસાદ વચ્‍ચે બે અઠવાડિયાથી વધુ ગાળો હોય તો પણ વાવેતર થયેલ પાક વરસાદના અભાવે નાશ પામે છે જેથી આ સમયગાળો બે અઠવાડિયાનો કરવો.

(ર) અતિવૃષ્‍ટિ : રાજયના તમામ જિલ્‍લાઓમાં 48 કલાકમાં રપ ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયેલ હોય તો અતિવૃષ્‍ટિનું જોખમ ગણવામાં આવશે તેવી શરત રાખવામાં આવેલ છે તેના બદલે છેલ્‍લા ત્રણ વર્ષની સરેરાશ કરતાં ર0% કરતા ઓછો વરસાદ પડયો હોય ત અર્ધઅછત અને 40% કરતા ઓછો વરસાદ પડયો હોય તો પૂર્ણ અછત જાહેર કરવી. સરેરાશ વરસાદ કરતા ર0% કરતાં વધુ વરસાદ પડે તો અતિવૃષ્‍ટિ અને ર0% થી 40% વચ્‍ચે પડે તો ગંભીર અતિવૃષ્‍ટિ અને 40% કરતા વધુ વરસાદ પડે તો અતિ ગંભીર સ્‍થિતિ ગણવી.

ગ. પાક નુકસાનના સર્વેની કામગીરી : પાક નુકસાનના સર્વેની કામગીરી કઈ પઘ્‍ધતિથી કરવાની થાય છે તે સ્‍પષ્‍ટ થતું નથી. તેના બદલે પાક નુકસાનીના સર્વે અંગે વૈજ્ઞાનિક પઘ્‍ધતિ અને માપદંડો નકકી કરી વિસંગતતા તથા વ્‍હાલા દવલાની નીતિ નિવારવી જોઈએ. જેમકે મહેસૂલી વર્ષ દરમિયાન પાક અંગેનીઆનાવારી કરવા અંગે ચોકકસ નીતિ નકકી થયેલ છે. અને કમિટી બનાવવામાં આવેલ છે તે મુજબ જ દરેક ગામમાં પાક નુકસાનીના સર્વે અંગે એક ચોકકસ કમિટી બનાવવી. આ કમિટીમાં ગ્રામસેવક, સરપંચ, તલાટી અને ગામના બે પ્રતિષ્ઠિત ખેડૂતો એ મુજબ પાંચ સભ્‍યોની કમિટી બનાવી સર્વે કરાવવો જોઈએ અને જે અંગેનું પંચરોજ કામ પણ કરવું જોઈએ જેથી ખોટો સર્વે ન થાય અને ખેડૂતોને થયેલ નુકસાનીનું પૂરતું વળતર મળે, આ મુજબ ચોકકસ નીતિ નકકી કરવી જોઈએ.

ઘ. આ યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતા : રાજયમાં રેવન્‍યુ રેકર્ડમાં નોંધાયેલ 8-અ ધારક ખેડૂત ખાતેદાર લાભાર્થી ગણાશે તે ખરી બાબત છે, પરંતુ ઘણા કિસ્‍સાઓમાં ખેડૂતના કબ્‍જામાં પોતાની જમીન હોવા છતાં પણ હાલની કોમ્‍પ્‍યુટરાઈઝ પઘ્‍ધતિના કારણે રેકર્ડ પર બિનખાતેદાર બની જાય છે.

જેમકે, સને ર008 સુધી ગામ રેકર્ડ મેન્‍યુઅલ થતા હતા એટલે કે તલાટી હસ્‍તક આ કામગીરી હતી. ર008 પછી ગામ નમૂનાઓ કોમ્‍પ્‍યુરાઈઝ થતા 7/1ર એટલે પાણીપત્રકની જવાબદારી સરકારની હોવી જોઈએ. જેમકે, તલાટી/ ગ્રામસેવક દ્વારા ખેડૂતના પાકનો સર્વે કરી કયા પાકનું વાવેતર કર્યું છે તેની નોંધ કોમ્‍પ્‍યુટર રેકર્ડમાં થવી જોઈએ તેના બદલે આ જવાબદારી ખેડૂતને સોંપવામાં આવી છે, જેનાથી ખેડૂત તેઓએ વાવેતરકરેલ પાકની નોંધ 7/1રમાં કરવાનું ચૂકી જાય અને આવું સતત ત્રણ વર્ષ સુધી બને તો તેઓની જમીન સરકારી પડતર ગણી સરકાર હસ્‍તક લઈ લેવામાં આવે છે. આવા અસંખ્‍ય કિસ્‍સા રાજયમાં બને છે. જેથી આ બાબતને સરકારે ગંભીરતાથી લઈ પંચાયત/ મહેસૂલ તલાટીને આ કામગીરી સોંપવી જોઈએ.

ચ. સહાયનું ધોરણ : ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનની ટકાવારી 33% થી 60% હોય તો ચાર હેકટરની મર્યાદામાં પ્રતિ હેકટર રૂા. ર0,000ની સહાય તથા 60% થી વધુ નુકસાન હોય તો રૂા. રપ,000 સહાય ચૂકવવી. તેના બદલે આ મર્યાદા પ્રતિ હેકટરે રૂા. 30,000 કરવી.

ઝ. યોજનાની શરતો તથા બોલીઓ : ખેડૂતો તેઓને થયેલ પાક નુકસાની અંગેની અરજી ગ્રામ્‍ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્‍ટર પર ઓનલાઈન કરવાનું ઠરાવવામાં આવેલ છે. તેના બદલે દરેક ગ્રામ પંચાયતમાં કોમ્‍પ્‍યુટરો હોતા નથી. ઓપરેટરો હોતા નથી. ઈન્‍ટરનેટની સુવિધા હોતી નથી અને ખેડૂત અભણ હોય ઓનલાઈન અરજી કરી શકતો નથી. આથી, આ પઘ્‍ધતિ ખૂબ જ સરળ કરવી જોઈએ. ઓફોલાઈન અરજીનો નમૂનો તૈયાર કરી તલાટી કમ મંત્રી અથવા તો અન્‍ય કર્મચારીગણ મારફત ખેડૂતને થયેલ નુકસાન અંગેની વિગત ફોર્મમાં ભરાવી ફોર્મનું એકત્રીકરણ કરી તાલુકા કક્ષાએ તેનું કલેકશન કરી કોમ્‍પ્‍યુટરાઈઝ કરાવવામાં આવે તેવી કાર્યરીતિ નકકી કરવીજોઈએ. આથી, રાજયના ખેડૂતોના હિતમાં મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મહતમ ખેડૂતોને     મળે તે માટે ઉપર મુજબના સૂચનોનો સ્‍વીકાર કરી સદર યોજનાનું              સરળીકરણ કરવા અને નુકસાન અને સહાયના માપદંડો સુધારવા પાઠવેલ પત્રમાં માંગ કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: