સમાચાર

અમરેલીનાં 70 કર્મયોગીઓનું વિશિષ્‍ટ સન્‍માન કરતાં કૌશિક વેકરીયા

અમરેલીનાં 70 કર્મયોગીઓનું વિશિષ્‍ટ સન્‍માન કરતાં કૌશિક વેકરીયા

ભારતવર્ષનાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસને વિશિષ્‍ટ સેવાકીય સન્‍માન સમારોહ સાથે યુવા વિકાસ પરિષદનાં કન્‍વીનર અને અમરેલી જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા ઘ્‍વારા ઉજવવામાં આવ્‍યો હતો. આ સેવાકીય સન્‍માન સમારોહમાંઅમરેલીની જુદા જુદા ક્ષેત્રની પ્રતિભાઓને સન્‍માનિત કરવામાં આવી હતી. સ્‍ટાર્ટઅપ, મેક ઈન ઈન્‍ડિયા, આત્‍મનિર્ભર, સાહિત્‍ય, સેવા, ઈનોવેશન, ટેકનોલોજીથી લઈને બિઝનેસનાં ફિલ્‍ડમાં અમરેલીને ગૌરવ અપાવ્‍યું હોય તેવા કર્મયોગીઓને અમરેલી જિલ્‍લાનાં મહાનુભાવોના વરદહસ્‍તે સન્‍માનિત કરાયા હતા. કૌશિક વેકરીયાએ જણાવ્‍યું હતું, નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના વિશેષ પ્રસંગે વિશિષ્‍ટ પ્રતિભાશાળી કર્મયોગીઓનું સન્‍માન કરવું એ અમારા માટે ગૌરવની પળ છે. આ કર્મયોગી સાથે રૂબરૂ થવાનું અમને સૌભાગ્‍ય મળ્‍યું છે. આ સન્‍માન સત્‍કાર સમારોહમાં સહયોગ આપનાર સૌ કોઈનો આભાર વ્‍યકત કરૂ છું. આ સેવાકીય સન્‍માન સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી, જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર, પી.પી. સોજીત્રા, જિલ્‍લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ કાનાણી અને રવુભાઈ ખુમાણના વરદહસ્‍તે કરવામાં આવ્‍યું હતું. દિલીપભાઈ સંઘાણીએ જણાવ્‍યું હતું કે, શ્રેષ્ઠતાનું સન્‍માન કરવું એ આપણી સંસ્‍કૃતિ છે. કૌશિકભાઈ અને તેની ટીમ ઘ્‍વારા જુદા જુદા ક્ષેત્રના પ્રતિભાશાળી, કર્મયોગી અને કર્મઠનું જે વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું તે અનન્‍ય અને અનોખી પહેલ છે. આ તકે હું તેમને અભિનંદન સાથે શુભેચ્‍છા પાઠવું છું કે આ પ્રકારના સેવાકીય કાર્ય કરતા રહો.આ સેવાકીય સત્‍કાર સમારોહમાં રિતેશભાઈ સોની, ભરતભાઈ વેકરીયા, રાજુભાઈ ગીડા, તુષારભાઈ જોષી, બ્રિજેશ કુરૂંદલે, મેહુલ ધોરાજીયા, કેતન ઢાંકેચા, મનિષ ધરજીયા, સંજય રામાણી, દિલાભાઈ વાળા, ચિરાગભાઈ ચાવડા, સંજય માલવીયા, ચંદુ રામાણી, સંદિપ માંગરોળીયા, રજનીકાંત રાવલ, ભરતભાઈ કાનાણી, ભાવેશભાઈ વાડદોરિયા, જયેશભાઈ ટાંક, રાજેશભાઈ ગળીયલ, રાજેશભાઈ કાબરીયા, વિશાલ કાબરીયા, વિરલ વિરપરા, કલ્‍પેશ વોરા, જયદીપ વિઠ્ઠલાણી, મૌલિક ઉપાઘ્‍યાય, રોહિતભાઈ ઘંટી, વિશાલભાઈ ઠાકર, ભાવનાબેન ગોંડલીયા, અલકાબેન ગોંડલીયા, નીકુબેન પંડયા, નિકિતાબેન મહેતા, કાળુભાઈ પાનસુરીયા, પ્રવિણ ચાવડા, નારૂભાઈ પરમાર, વિશાલ ઠાકર, અમિત રાજપરા, મુકુંદ મહેતા, વિશાલ મેસિયા, વીરજી બોરીચા, સંજય ભેંસાણીયા, વિશાલ કાબરીયા, કલ્‍પેશ વોરા, પ્રકાશ ભડકણ, ભુમિકાબેન વળોદરા, ભાવેશભાઈ વળોદરા સહિતનાં અગ્રણીઓ સહભાવી બન્‍યા હતા.

error: Content is protected !!
%d bloggers like this: