સમાચાર

લુંણકી ગામ નજીક એસ.ટી. બસને નડયો અકસ્‍માત

લુંણકી ગામ નજીક એસ.ટી. બસને નડયો અકસ્‍માત

ક્રેન મંગાવી બસને બહાર કાઢવામાં આવી

બાબરા, તા. ર1

બાબરા તાલુકાના લૂંણકી ગામ નજીક મોટા પુલ પાસે બાબરા તરફથી આવી રહેલ અમરેલી મોટી કુંડલ રૂટની એસટી બસ અહીં ખાલીયામાં ઉતરી જતા બસમાં બેઠેલા મુસાફરોમાં દેકારો મચી ગયો હતો અને જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે બસ ઊંઘી નહિ પડતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી તેમજ તાત્‍કાલિક અસરથી ક્રેન મંગાવી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે બાબરા-અમરેલી રોડપર બનાવ બનતા થોડીવાર માટે ભારે ટ્રાફિકજામ થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે બાબરા-અમરેલી રોડ બિસ્‍માર હોવાથી વાહનચાલકોને અકસ્‍માત સર્જવાનો ભય સતાવે છે. વાહનચાલક નબળા રોડના કારણે પોતાનું વાહન રોડથી નીચે ચલાવવા મજબુર બને છે અને અકસ્‍માતનો ભોગ બની રહ્યા છે ત્‍યારે અહીં બાબરા-અમરેલી રોડની ત્‍વરિત મરામત અને જરૂરી વાઈડીંગ કરાવવું જોઈએ. તેવી માંગ લોકોમાં અને રાહદારીઓમાં ઉઠવા પામી હતી.

error: Content is protected !!
%d bloggers like this: