સમાચાર

અમરેલીમાં સતત વરસાદ : ઠેબી જળાશય ફરી છલોછલ

ખેતીપાકો લગભગ સાફ થઈ ગયા

અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ : ઠેબી જળાશય ફરી છલોછલ

અમરેલી, તા.ર1

અમરેલી શહેર સહિત જિલ્‍લાના કેટલાક ભાગોમાં સોમવારે પણ પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો.

કુંકાવાવ પંથકમાં કુંકાવાવ, નાજાપુર, વાઘણીયા, પીઠડીયા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો. જયારે વડીયાના ધુંડીયા પીપરીયા ગામે પણ વરસાદ વરસી ગયો હતો. વડીયાના સુરવો ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્‍યો હતો.

અમરેલી શહેર તથા ચિતલ તથા આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતા અમરેલી નજીક આવેલ ઠેબી ડેમમાં પાણીની વધુ આવક થતાં ઠેબી ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્‍યા હતા. જેને લઈ નીંચાણવાળા ભાગે આવેલ કામનાથ સરોવર પણ છલકાય જવા પામેલ છે.

બગસરા પંથકના રફાળા, કડાયા, શાપર,સુડાવડ, મુંજીયાસર, નવી જૂની હળીયાદ સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો. જયારે ગઈકાલે બગસરામાં 4 ઈંચ વરસાદ પડતા સાતલડી નદીમાં પાણીની આવક થતાં જાજરીયા અને લુંધીયા તરફ જતા માર્ગ ઉપર પાણી ફરી વળ્‍યા હતા.

અમરેલી જિલ્‍લા ફલડ કંટ્રોલ રૂમમાં આજે 8 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં 9 મી.મી., ખાંભા 14 મી.મી., ધારી 17 મી.મી., બગસરા 7 મી.મી., બાબરા 1ર મી.મી., લાઠી 1પ મી.મી., લીલીયા 13 મી.મી., વડીયા 10 મી.મી. તથા સાવરકુંડલા ર મી.મી. વરસાદ નોંધાયો છે.

error: Content is protected !!
%d bloggers like this: