સમાચાર

વિધાનસભાગૃહમાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરની કોરોનાનાં કારણે ગેરહાજરીથી ખેડૂતો ચિંતિત

ખેડૂતો પ્રશ્‍ને હંમેશા આક્રમક શૈલીમાં રજૂઆત કરતા હોવાથી

વિધાનસભાગૃહમાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરની કોરોનાનાં કારણે ગેરહાજરીથી ખેડૂતો ચિંતિત

કૃષિબીલને લઈને ખેડૂતોની નારાજગી કોણ રજૂ કરશે તેવો પ્રશ્‍ન

અમરેલી, તા. ર1

કેન્‍દ્ર સરકારે તાજેતરમાં કૃષિબીલ મંજૂર કરતાં દેશભરનાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે. તેવા જ સમયે ખેડૂત નેતા અને વિધાનસભાનાં કોંગ્રેસી ધારાસભ્‍ય વિરજી ઠુંમર ખરા સમયે કોરોનાથી સંક્રમિત થતાં રાજયનાં ખેડૂતોનો અવાજ સરકાર સુધી કોણ પહોંચાડશે તેવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થઈ રહૃાો છે.

છેલ્‍લા 3 વર્ષથી રાજયની ભાજપ સરકારને વિધાનસભા ગૃહમાં જનહિતમાં આડે હાથ લેતા આક્રમક ધારાસભ્‍ય વિરજી ઠુંમર ઉપર રાજયનાં લાખો કિસાનોની નજર હતી. ખેડૂતોને આશા હતી કે કૃષિબીલ બાબતે ધારાસભ્‍ય સરકારનો કાન આમળશે પરંતુ ખરા સમયે જ કોંગી ધારાસભ્‍યને કોરેન્‍ટાઈન થવું પડયું છે.

હવે વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, લલિત વસોયા, અંબરિશ ડેર, લલિત આંબલીયા,હર્ષદ રીબડીયા સહિતનાં વિપક્ષી ધારાસભ્‍યો શું કરે છે તેના પર ખેડૂતોની નજર મંડાયેલી છે.

error: Content is protected !!
%d bloggers like this: