સમાચાર

ગીરના જંગલ વિસ્‍તાર પાસે સિંહોની ડણક વચ્‍ચે  ગરીબ પ્રસૂતાની ડિલિવરી કરાવાઈ

ગીરના જંગલ વિસ્‍તાર પાસે સિંહોની ડણક વચ્‍ચે  ગરીબ પ્રસૂતાની ડિલિવરી કરાવાઈ

પ્રસૂતાને ઊંધું બાળક હોવા છતાં 108ની ટીમે એક કી.મી. ચાલીને બાળક અને પ્રસૂતાનો જીવ બચાવીલીધો

અમરેલી તા.

લોકોના જીવ બચાવવા માટે 108  હાલ લાઈફ લાઇન સાબિત થઈ રહી છે રોડ રસ્‍તા પરના અકસ્‍માત હોય કે ઇમરજન્‍સી હોય 108 હંમેશા લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે. ગમે તેવા રેસ્‍કયુ હોય ગમે તેવા અકસ્‍માત હોય 108 પહોંચી જાય છે અને લોકોના જીવ બચાવી હોય છે. એવી જ એક ઘટના ગીરના જંગલ પાસે સામે આવી છે.

ગીરના ઘનઘોર જંગલના અડીને આવેલ ગઢિયાના જંગલ પાસે કોઈ પ્રસૂતાને વાડી વિસ્‍તારમાં દુખાવો ઉપડતા 108ને ફોન કરવામાં આવેલ. જેથી ધારીની 108 શિલ્‍પાબેન ડોડીયા દીપક પરમાર પોતાની ટીમ સાથે પહોંચી ગયા પરંતુ જંગલ વિસ્‍તાર હતો. વાડીએ જવું ખૂબ મુશ્‍કેલ હતું. 108 ચાલે તેવો રસ્‍તો ન હતો જે કારણોસર 108ની ટીમે સ્‍ટ્રેચર કાઢી એક કિલોમીટર સુધી દૂર પ્રસૂતા સુધી પહોંચ્‍યા પ્રસૂતાને ચેકઅપ કર્યું. ચેક કરતા માલૂમ પડયું તે પ્રસૂતાને  પેટમાં બાળક ઉંધુ છે પરંતુ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના 108ની ટીમે સુરત પ્રસૂતાને ઘટનાસ્‍થળ પર જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લઇ જંગલમાં જ વાડી વિસ્‍તારમાં  ડિલિવરી કરાવી અને સુરક્ષિત રીતે બાળકને જન્‍મ અપાવ્‍યો.

આ જગ્‍યામાં આસપાસ અનેક સિંહોનો દિપડા અને જંગલી જાનવરોનો વસવાટ છે  અહીં રોજ બરોજ મારણ સિંહો દ્વારા થાય છે. વિભાગના સુત્રો જણાવી રહ્યા છે. સિંહોનીડણક વચ્‍ચે ફરી 108ની ટીમે 1 કિલોમીટર ચાલી પ્રસુતાનો જીવ બચાવ્‍યો હતો ત્‍યારે આ એ છે કે વિસ્‍તાર અમરેલી જિલ્લાના ખુખાર સિહો આ વિસ્‍તારમાં રહે છે.  રોજબરોજ મારણ કરે છે અનેક લોકો પર આ વિસ્‍તાર માં સિંહોએ હુમલો કર્યો છે.

ભીમ ઔર અર્જુન રામ શ્‍યામ બાવલી વ્‍બ્‍?:િ માંકડો ભુરીયો ભૂરી નખરાળી સહિતના સિહો આ વિસ્‍તારમાં છે. જેને લોકો નામથી ઓળખે છે અને છાશવારે વિસ્‍તારમાં મારણ કરે છે ત્‍યારે સિંહો આ વિસ્‍તારમાં સિંહોએ રોજબરોજ ગામમાં આંટા ફેરા કરે છે ત્‍યારે અહીં  જંગલમાં આવેલ ગઢીયા ગામની સિમમાં પણ 108ની ટીમે પહોંચી પ્રસુતાનો જીવ બચાવ્‍યો હતો. પ્રસૂતાને ઉંધુ બાળક હોવા છતાં મહા મુસીબતે પ્રસૂતિ કરાવી હતી. જેથી જંગલમાં પણ 108ની ટીમે લોકોની ય્‍)ભ્‍ય્‍દ્યિભ્‍ સાબિત થઇ રહી છે.

108ના પ્રોગ્રામ ઓફિસર ચેતન ગાધેએ  જણાવ્‍યું હતું કે તેમની ટિમને  સ્‍થાનિક  કોલ આવેલો ગઢીયા જંગલ આસપાસએ પ્રસુતા પીડાઈ રહી છે જંગલ હોવા છતા અમારી ટીમ ધારીથી તરત ત્‍યાં પહોચી હતી પરંતુ જંગલ પાસે વાડી હતી. એક કિલોમીટર દૂર હતું. જેથી 108ની ટીમના પાયલોટ દીપકભાઈ, શિલ્‍પાબેન ડોડીયા ટ્રેચર લઈને એક કિલોમીટર ચાલીને પહોંચ્‍યા હતા અને  તપાસ કરતા બાળક ઊંધું હોવાનું હોવાનું જણાતા મુસાફરી ન કરાવી ત્‍યાં  જંગલ પાસેવાડી વિસ્‍તારમાં પ્રસૂતાની ડીલીવરી કરાવી હતી અને બાળકનો જન્‍મ આપ્‍યો હતો.

હાલ  બાળક અને માતા સુરક્ષિત છે સલામત છે બંને એક કિલોમીટર સ્‍ટ્રેચરમાં લાવી 108માં ધારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. ગાધેએ જણાવ્‍યું હતું ત્‍યારે  અકસ્‍માત ગમે તેવા રેસ્‍કયુ બાદ જંગલમાં પણ લોકોના જીવ બચાવવા માટે ગુજરાત સરકારની ઇમરજન્‍સી 108 સેવા તત્‍પર છે એ લોકોના જીવ બચાવી રહી છે.

error: Content is protected !!
%d bloggers like this: