સમાચાર

કોરોના ટેસ્‍ટ માટે સમાજ જાગૃત બને : દિલીપ સંઘાણી

કરાવો કોરોના ટેસ્‍ટ… બનાવો જીવન બેસ્‍ટ

કોરોના ટેસ્‍ટ માટે સમાજ જાગૃત બને : દિલીપ સંઘાણી

અમરેલી, તા.ર1

કોરોના મહામારીને ફેલાતી અટકાવવા સામાજ જાગૃતિ લાવવા પૂર્વ કેબીનેટ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ અપીલ કરી છે, સંઘાણીએ જણાવેલ છે કે, મે પણ કોરોના ટેસ્‍ટ કરાવ્‍યો છે જેમા હું નેગેટીવ આવ્‍યો છુ સૌ સમાજ પણ જાગૃત બની કરોના ટેસ્‍ટ કરાવવા આગળ આવે જેથી સમગ્ર પરિવાર અને સમાજ આ મહામારીથી સુરક્ષીત રહે.

કોરોના ટેસ્‍ટ માટે ડરવાની બીલકુલ જરૂર નથી. સમયસર કોરોના ટેસ્‍ટ કરાવવાથી બીમારીને શરીરમા પ્રવેશતી અટકાવી શકાય, ચેપ અન્‍યત્ર ન ફેલાય. કોરોના ટેસ્‍ટ જેટલો જ મો પર માસ્‍ક પહેરવું જરૂરી છે આ બન્‍ને માટે સામાજીક જાગૃતિ ખુબજ જરૂરી હોવાનું કોરોના ટેસ્‍ટની અપીલ વેળા દિલીપ સંઘાણીએ જણાવ્‍યુ હોવાનુંયાદીમા જણાવાયેલ છે

error: Content is protected !!
%d bloggers like this: