સમાચાર

ખેડૂત વિરોધી સાત પગલાથી ખેડૂત, ખેતી અને ગામડા વિનાશના આરે : પરેશ ધાનાણી

વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં ભાજપ સરકાર પર શાબ્‍દિક પ્રહારો

ખેડૂત વિરોધી સાત પગલાથી ખેડૂત, ખેતી અને ગામડા વિનાશના આરે

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર

ખેડૂતોને તોડીને ઉદ્યોગપતિઓને મદદ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે

6 વર્ષમાં કૃષિ ઉત્‍પાદનો દ્વારારૂપિયા 30 હજાર કરોડ વસુલી લીધા છે

ગાંધીનગર, તા. 19

કેન્‍દ્રની ભાજપ સરકાર ખેડૂતોના હિતના નામે ભ્રામક ભાષણો કરીને ખેતી, ખેડૂતો અને ભારતના આત્‍મા સમાન ગામડાને તોડવા માટે કામ કરી રહી હોવાની વિગતો સાથે કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા ખેડૂત વિરોધ કાયદા પર આકરા પ્રહાર કરતાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રમાં જયારથી ભાજપ સરકાર શાસનમાં આવી છે ત્‍યારથી જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરીને ખેડૂતોની જમીન હડપવા માટે ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓ માટે વ્‍યવસ્‍થા કરી આપી છે. કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા લાવવામાં આવેલ ત્રણ બિલમાં એકપણ જગ્‍યાએ મીનીમમ સપોર્ટ પ્રાઈઝ (એમએસપી)નો ઉલ્‍લેખ નથી. જે ખેડૂતો માટે ગમે તેવી કઠીન પરિસ્‍થિતિમાં સુરક્ષા કવચ હતું તે હટાવી લેવામાં આવ્‍યું છે. દેશનાં ખેડૂતોને સરકારે સુરક્ષા આપવાને બદલે અદાણી-અંબાણીને સુરક્ષા આપી રહી છે. ખેડૂત અને ખેતી ખતમ થશે તો ખેમજદુર પણ ખતમ થશે તો કઈ રીતે હિન્‍દુસ્‍તાન બચશે ? દેશમાંથી હરિત ક્રાંતિને હટાવવા માટે ભાજપનું કાવતરૂં છે અને ત્રણ કાળા કાયદા જે ખેડૂત વિરોધી છે, દેશ વિરોધી છે. કોરોના મહામારી તેમજ આ ત્રણ કાયદા ખેતી અને ખેડૂતો માટે જાનલેવા સાબિત થઈ રહૃાા છે, ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનુંભાજપ સરકારનું કાવત્રું છે.

સરદાર સાહેબના નામે રાજનીતિ કરનાર ભાજપના ખેડૂત વિરોધ ખેડૂત, ખેતી અને ગામડા વિનાશના આરે ઘોળાઈ રહૃાા છે. ભાજપ સરકારના ખેડૂત વિરોધ પગલાં ઉજાગર કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં વર્ષ ર008થી ર014ના સમયગાળામાં ભાજપ સરકારે કૃષિ ઉત્‍પાદન ઉપજ પર પ% વેરા વસુલ કરીને દર વર્ષે પ,000 કરોડ રૂપિયા એટલે કે 30,000 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા. વર્ષ ર014માં કેન્‍દ્રની મોદી સરકારે કૃષિ ઉપજ, કૃષિ ઓજારો વગેરેને જીએસટીમાં આવરી લેતા 6 વર્ષમાં માત્ર ગુજરાતના એકમો પાસેથી 30,000 કરોડ રૂપિયા વસુલી લીધા. મોંઘી વીજળી, મોંઘા બિયારણ, ખાતર, સિંચાઈના પાણી, જમીન પર વેરો અનેક પગલાંથી ગુજરાતનો ખેડૂત આર્થિક પરેશાનીનો વ્‍યાપક સામનો કરી રહૃાો છે. ખેતીના ઓજારો, ખેતીની જમીન પર વિવિધ કર વસુલાતની સાથે પાણી નિયમનના નામે ખેડૂતોને પોતાના ખેતરમાં બોર કરવા માટે કલેકટરની મંજૂરી જેવા પગલાથી ખેડૂતો આજે બેહાલ બની ગયા છે. કોંગ્રેસ પક્ષે હંમેશા ખેડૂત અને ખેતીની ચિંતા કરી છે. 70,000 કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્‍ય વળતર, સોઈલ ટેસ્‍ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા યોજના જેવા અનેકવિધપગલાં ભર્યા છે.

ધાનાણીએ જણાવ્‍યું હતું કે, વર્ષ ર008-09થી ર018-19 સુધીમાં રાજયમાં કુલ કૃષિ ઉત્‍પાદન રૂા. 9,4પ,0ર8 કરોડનું થયું હતું. જેની સામે રાજય સરકારે આ કૃષિ ઉત્‍પાદન પર વેટ અને જીએસટી પેટે અંદાજીત રૂા. 47,રપ1.40 કરોડની કર વસુલાત કરેલ, જેની સામે કૃષિ વિભાગનાં બજેટમાં રૂા. 47,ર7ર.03 કરોડની જોગવાઈ કરેલ હતી. એટલે કર વસુલાતની સામે કૃષિ બજેટ માત્ર રૂા. ર0.63 કરોડ વધારે ફાળવેલ છે.

રાજય સરકાર ખેડૂતોના નામે જુદી-જુદી યોજનાઓ બનાવી રાહત પેકેજ જાહેર કરે છે. પરંતુ કૃષિ ઉત્‍પાદનોમાંથી વસુલવામાં આવતી કર જેટલી રકમ પણ ખેતી-ખેડૂતોના વિકાસ માટે ફાળવવામાં આવતી નથી. ખેડૂતો અને સહાયના નામે ખાનગી વીમા કંપનીઓ નફો રળી ખાય છે. ખેડૂતો માટે રાજય સરકારના ચાવવાના અને દેખાડવાનાં દાંત જુદા છે.

ભારતના ભાગ્‍યવિધાતા, જગતના તાત એવા ખેડૂતો અને ખેતીને બહુમતીવાળી ક્રુર ભાજપ સરકાર બરબાદ કરીને મુઠ્ઠીભર મુડીપતિ દોસ્‍તોના સપના સાકાર કરી રહી છે. દેશના 6ર કરોડ ખેડૂત-ખેતમજદુર અને ગુજરાતના ર કરોડથી વધુ ખેડૂત-ખેતમજદુરને આ બાબત સીધી અસરકર્તા છે. કોંગ્રેસ સરકારે દેશના ખેડૂતો-ખેતીને બચાવવા માટે જમીન સંપાદન અને યોગ્‍ય વળતર કાયદો બનાવ્‍યો. ભાજપ સરકારે કેન્‍દ્રમાંઆવતાની સાથે જ ત્રણ-ત્રણ વટહુકમ લાવીને ખેડૂતોને અન્‍યાય કર્યો. ફરી એક વખત ખેડૂતોના જીવન નિર્વાહના અંત માટે ત્રણ કાળા કાયદા લાવી છે.

(1) ખેતપેદાશ ખરીદ વ્‍યવસ્‍થા (એપીએમસી)ને ખતમ કરી, જેમાં ખેડૂતોને ન્‍યુનતમ સમર્થન મૂલ્‍ય (એમએસપી) મળશે નહીં અને બજારના યોગ્‍ય ભાવ પણ નહીં મળે. (ર) દેશના ખેડૂતો પોતાની ઉપજ દેશમાં કોઈપણ જગ્‍યાએ વેચાણ કરી શકે છે. કૃષિ સેન્‍સસ ર01પ-16 મુજબ દેશના 86% ખેડૂતો પાંચ એકરથી ઓછી જમીનના માલીક છે, જેઓ પોતાના નજીકમાં ખેતપેદાશ વેચાણ કરે છે. એપીએમસી ખતમ થવાથી ખેડૂતો-ખેતી અને સબ્‍જી મંડીમાં કામ કરનાર લાખો મજુરો અને અન્‍ય લોકોની આજીવિકા છીનવાઈ જશે. (3) એપીએમસીની વ્‍યવસ્‍થા ખતમ થવાથી અનાજ-સબ્‍જી મંડીમાં કામ કરવાવાળા મજુરો, કર્મચારીઓ, ટ્રાન્‍સપોર્ટરો, છુટક વેચાણકર્તાઓની રોજી-રોટી છીનવાઈ જશે. (4) ખેડૂતોને ખેતરની નજીક યોગ્‍ય ભાવ નજીકના ખરીદદારોથી મળતા હતા અને યોગ્‍ય ભાવ ન મળે તો સરકારના સુરક્ષા કવચ એમએસપીથી મળતા હતા જે બંધ થઈ જશે. (પ)એપીએમસી ખતમ થવાથી જે-તે રાજયોની આવક પણ ખતમ થશે. સ્‍થાનિક વિકાસના નાણાં માટે મળતી આવક અટકી જશે. (6) કૃષિ નિષ્‍ણાંતોનું કહેવું છે કે, ભવટહુકમભનાં બહાના હેઠળ મોદી સરકાર ભશાંતાકુમાર કમિટીભનો રિપોર્ટ લાગુકરીને ન્‍યુનતમ સમર્થન મૂલ્‍ય (એમએસપી) ખરીદી બંધ કરીને વર્ષે 80 હજારથી 1 લાખ કરોડ રૂપિયા બચાવવા માંગે છે. (7) કેન્‍દ્ર સરકારના વટહુકમથી ખેડૂત જમીનના માલિકમાંથી ખેતમજદુર બની જશે. મોટી મોટી કંપની કોન્‍ટ્રાકટ ફાર્મના નામે ખેડૂતોની જમીન પર કબજો કરશે. (8) કૃષિ ઉત્‍પાદન, ખાદ્યાન્‍ન, ફળ-ફૂલોની સ્‍ટોક લીમીટ હટાવી દેવાથી ખેડૂતો અને સામાન્‍ય-મઘ્‍યમવર્ગને કોઈ ફાયદો નહિં મળે પણ મુઠ્ઠીભર કાળાબજારી-સંગ્રહખોરોને ફાયદો થશે.

દેશમાં વર્ષ ર01પમાં તુવેરની દાળ સંગ્રહખોરો-કાળાબજારીયાઓ અને સરકારના છુપા આશિર્વાદથી ર00 રૂપિયે કિલો થઈ ગયેલ જે અંદાજે રૂા. પ લાખ કરોડ જેટલું કૌભાંડ હતું.

ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરવા ભાજપ સરકારના ત્રણ વટહુકમ-કાળા કાયદાથી ખેતી, ખેડૂતો મજબુર અને મજદુર બની જશે. ખેતી, ખેડૂતો અને દેશહિતમાં કાળા કાયદાને પરત ખેંચવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ માંગ કરી છે.

error: Content is protected !!
%d bloggers like this: