સમાચાર

અમરેલી જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ જીતુભાઈ ડેરને કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેશન થયા

અમરેલી જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ જીતુભાઈ ડેરને કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેશન થયા

અમરેલી, તા.19

કાણકીયા મહેતા શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ટ્રસ્‍ટી અને ચાવંડ કેળવણી મંડળના ઉપપ્રમુખ અને અમરેલી જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ જીતુભાઈ ડેર 1 માર્ચ ર0ર0થી લઈ 1પ સપ્‍ટેમ્‍બર સુધી અવિરતપણે ચાવંડ ખાતે કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે રાત દિવસ વતનમાં આવતા પ્રવાસીઓને ચાવંડ ખાતેના મેડિકલ કેર સેન્‍ટરમાં જરૂરી તપાસ અને સુવિધાઓ મળી રહે તેની ચિંતા કરી તમામની કાળજી લઈ ચા, નાસ્‍તા અને ભોજનની વ્‍યવસ્‍થા કાર્યરત કરી સતત લોકોની વચ્‍ચે રહી સેવાયજ્ઞ કરતા કરતા તા.1પ સપ્‍ટેમ્‍બર, ર0ર0ના રોજ કોરોના સંક્રમિત થતા હોમ આઈસોલેશન થયેલ છે. જે તા.30/9 સુધી હોમ આઈસોલેશન હોવાથી ટેલિફોનિક સંદેશાકે વાતચીત કરી શકશે નહીં અને ઘણા બધા સ્‍નેહીજનો સારી તંદુરસ્‍તી માટે શુભેચ્‍છાઓને બળે નેગેટિવ આવતા હોમ કોરન્‍ટાઈન થયેલ છે. જીતુભાઈએ જણાવ્‍યું છે કે કોઈપણ વ્‍યકિતએ જરાપણ લક્ષણો લાગે તો કોરોના ટેસ્‍ટ રિપોર્ટ કરવાથી ડરવું નહીં અને વહેલી તકે રિપોર્ટ કરાવવાથી જલ્‍દીથી આપણે સ્‍વસ્‍થ થઈ શકાય છે. સર્વ સ્‍નેહી વડીલોની શુભેચ્‍છાઓથી ખૂબ સારી તંદુરસ્‍તી પ્રાપ્‍ત થઈ ગયેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: