સમાચાર

અમરેલી : સેંટ મેરી સ્‍કૂલ ખાતે નવા ફાધરનો આવકાર અને બદલી પામેલ ફાધરનો વિદાય સમારંભ યોજાયો

અમરેલી : સેંટ મેરી સ્‍કૂલ ખાતે નવા ફાધરનો આવકાર અને બદલી પામેલ ફાધરનો વિદાય સમારંભ યોજાયો

સેંટ મેરી સ્‍કૂલ અમરેલી ખાતેસંસ્‍થાના નિયમ મુજબ દર ત્રણ વર્ષે વહીવટી કારણોસર બદલી કરવામાં આવે છે. ફાધર જોય જોસેફની બદલી જૂનાગઢ સેંટ જેવીયસમાં થતા તેમને સ્‍કૂલ પરિવાર તરફથી સ્‍મૃતિભેટ અર્પણ કરવામાં આવેલ. સૌ પ્રથમ અલ્‍પાબેને સ્‍વાગત તથા પોતાના સંસ્‍મરણો રજૂ કરેલ. ત્‍યાર બાદ જીગ્નેશ જીવાણીએ ફાધરની સરળતાની વાત કરેલ. સ્‍વાતિબેન શુકલા તથા પ્રિયલબાએ ગીત દ્વારા અનુભવ જણાવેલ. નવા ફાધર બિનુને ફાધર જોય જોસેફે પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સેંટ મેરી સ્‍કૂલ અમરેલીના પ્રિન્‍સિપાલની ખુરશીમાં બિરાજમાન કરી કાર્યભાર સોંપેલ. આ સમયે રાજય અને રાષ્‍ટ્રીય એવોર્ડી વ્‍યા.શિ. આઈ.પી. બારડે નવા ફાધરને ફૂલહાર કરી પુષ્‍પ, મોમેન્‍ટો અર્પણ કરી આવકારેલ તેમજ દેવાંગભાઈ દેવમુરારીએ વિદાય લઈ રહેલ ફાધર જોય જોસેફને ફૂલહાર અને પુષ્‍પનો મોમેન્‍ટો અર્પણ કરી ભારે દિલથી વિદાય આપેલ. ખૂબ જ ટૂંકા સમયમાં સ્‍ટાફ સેક્રેટરી રેજીમોન સરે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી. તેમ આઈ.પી. બારડની યાદી જણાવે છે.

error: Content is protected !!
%d bloggers like this: