સમાચાર

અમરેલી જિલ્‍લા ભાજપનું આજે વર્ચ્‍યુઅલ સંમેલન અને ઈ-બુકનું લોન્‍ચિંગ કરાશે

પ્રધાનમંત્રીનાં જન્‍મદિન નિમિત્તે ‘સેવા સપ્‍તાહ’ અંતર્ગત

અમરેલી જિલ્‍લા ભાજપનું આજે વર્ચ્‍યુઅલ સંમેલન અને ઈ-બુકનું લોન્‍ચિંગ કરાશે

પ્રદેશ યુવા મોરચાનાં અઘ્‍યક્ષ ડો. ઋત્‍વિજ પટેલ જોડાશે

અમરેલી, તા.18

આવતીકાલ શનિવારે સાંજે પઃ00 કલાકે પ્રદેશ યુવા મોરચાનાં અઘ્‍યક્ષ ડો. ઋત્‍વિજભાઈ પટેલની અઘ્‍યક્ષતામાં દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની જીવન યાત્રા સમર્પણ અને સેવાભાવ વિષય ઉપર અમરેલી જિલ્‍લા ભાજપનું ટેકનોલોજીના માઘ્‍યમથી એપ્‍લીકેશન દ્વારા વર્ચ્‍યુઅલ સંમેલન યોજાશે. સાથો સાથ કોરોનાની મહામારીમાં જિલ્‍લા ભરમાં ભાજપનાં કાર્યકરો અને શુભેચ્‍છકો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો તમામ મંડલોમાં કરવામાં આવ્‍યા છે.

જેમાં જરૂરીયાત મંદોને ભોજન કીટ, ફુડ પેકેટની વ્‍યવસ્‍થા, રાશન કીટની વ્‍યવસ્‍થા, આ મહામારીથી બચવા માટે ફેસ કવરનું વિતરણ, માસ્‍કનું ઉત્‍પાદન તેમજ તેનું વિતરણ કોરોના વોરીયર્સ અગ્રીમ હરોળમાં કામ કરતા ડોકટર, મેડીકલ સ્‍ટાફ, પેરા મેડીકલ સ્‍ટાફ, જિલ્‍લાનું પોલીસ તંત્ર, જિલ્‍લાનું વહીવટી તંત્ર, સફાઈ કર્મચારી જેવા ફરજ બજાવતા લોકોને સન્‍માનીત કરી તેઓનો ઉત્‍સાહ વધારવો, વૃઘ્‍ધ અને અશકત લોકોને સંભાળ લેવી,જિલ્‍લામાં વસતા પરપ્રાંતિઓ, શ્રમિકોને તેમના વતન જવા માટે બસ અને ટ્રેન દ્વારા તેમને યોગ્‍ય સ્‍થાને પહોચાડવા, આ મહામારીનાં કપરા સમયમાં આર્થિક જરૂરીયાત માટે પ્રધાનમંત્રી રાહત ફંડ અને મુખ્‍યમંત્રી રાહત ફંડમાં અનુદાન આપવા જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી ભારતીય જનતા પાર્ટીનાં નાના મોટા સૌ કાર્યકરો સતત ગ્રામ્‍ય કક્ષાએ શહેર કક્ષાએ સતત ખડે પગે પ્રવૃતિશીલ રહયા છે. તેમણે કરેલી કામગીરીનાં દસ્‍તાવેજી કરણનાં ભાગ રૂપે પ્રદેશ ભાજપની સુચના અનુસાર જિલ્‍લા ભાજપની ઈ-બુક એટલે તમામ કાર્યકરોએ કરેલી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને ખૂબ લાંબા સમય સુધી સાચવી શકાય અને જોઈ શકાય તે માટે ડીજીટલ પ્‍લેટફોર્મનાં માઘ્‍યમ ઉપર આ ઈ-બુક બનાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનાં જન્‍મ દિવસ નિમિતે ઉજવાતા સેવા સપ્‍તાહ અંતર્ગત આજ રોજ જિલ્‍લાનાં કાર્યકરોની સેવાકીય પ્રવૃતિઓના દસ્‍તાવેજ સમાન ઈ-બુકનું લોંચિગ પણ થશે. આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપનાં હોદેદારો, કારોબારી સભ્‍યો, મંડલનાં પ્રમુખ, મહામંત્રી તેમજ કારોબારી સભ્‍યો, સંસદ સભ્‍ય, પૂર્વ ધારાસભ્‍યો, પૂર્વ જિલ્‍લા ભાજપનાં પ્રમુખો, દરેક મોરચાનાં પ્રમુખ, મહામંત્રી, કારોબારી સભ્‍યો, સહકારી આગેવાનો, તાલુકા પંચાયત, જિલ્‍લા પંચાયત અને નગર પાલીકાનાં સભ્‍યો, ભારતીય જનતા પાર્ટીનાંસક્રિય કાર્યકર્તા અને શુભેચ્‍છકોને આ બેઠકમાં ઉપસ્‍થિત રહેવા અને સમયસર જોડાવા જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: