સમાચાર

બાબરાના નાગરિક બેન્‍કના ચેરમેન મનુભાઇ શેલિયાના નિધનથી શોક

હસમુખા આગેવાને અકાળે વિદાય લીધી

બાબરાના નાગરિક બેન્‍કના ચેરમેન મનુભાઇ શેલિયાના નિધનથી શોક

સદ્ગતની અંતિમયાત્રામાં આગેવાનો જોડાયા

બાબરા, તા. 18

બાબરા અમારાપરાના પીઢ સહકારી અગ્રણી નાગરિક બેંકના ચેરમેન મનુભાઈ શેલિયાનું અકાળે નિધન થતા બાબરા અમારાપરા સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું. મનુભાઈ શેલિયાના નિધનના સમાચાર વાયુવેગે ફરી વળતા તાલુકાના સામાજિક રાજકીય અને પટેલ સમાજના અગ્રણીઓ અમારાપરા દોડી ગયા હતા અને સદ્ગતના પરિવારને સાંત્‍વના પાઠવી શોકાંજલી પાઠવી હતી.

સ્‍વર્ગસ્‍થ મનુભાઈ શેલિયા નાગરિક બેંકના ચેરમેન, માર્કેટીંગયાર્ડમાં ડિરેકટર, અમરાપરા સેવા સહકારી મંડળીના પ્રમુખ મર્કનટાઇલ બેંકના ડિરેકટર તરીકે સેવા આપી રહ્યા હતા તેમજ પટેલ સમાજના એક આગેવાન તરીકે હંમેશા આગળ પડતા રહ્યા હતા તેમના અવસાનથી તાલુકાના સહકારી જગતને કદી પુરી નો શકાય તેવી ખોટ પડી છે.

સદ્ગતની સ્‍મશાનયાત્રા પટેલ સમાજના આગેવાનો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં લોકો જોડાઈને સદ્ગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાહતા.

error: Content is protected !!
%d bloggers like this: