સમાચાર

રાજુલામાં પ્રાંત કચેરી જવાનાં માર્ગની હાલત અતિ કફોડી

કચેરીમાં કામ માટે પગપાળા નહી બલ્‍કે પાણીમાં તરીને જવું પડે તેવી સ્‍થિતિ

રાજુલામાં પ્રાંત કચેરી જવાનાં માર્ગની હાલત અતિ કફોડી

મોટી સંખ્‍યામાં અરજદારો અને અધિકારીઓની આવનજાવન છતાં પણ માર્ગની હાલત સુધરતી નથી

સ્‍થાનિકોએ અવારનવાર રજૂઆત કરી છતાં કોઈ પરિણામ મળતું નથી

શહેરીજનો આગામી ચૂંટણીમાં વિરૂઘ્‍ધમાં મતદાન કરીને શાસકોને જવાબ આપવા મન બનાવી રહૃાાં છે

રાજુલા, તા. 18

રાજુલા પ્રાંત કચેરી જયાં દિવસ દરમિયાન સેંકડો લોકોની અવર-જવર થતી હોય ત્‍યાં પ્રાંચ કચેરી જવાનાં માર્ગે કચેરી પાસે ખાબાચીયા નહી પરંતુ તળાવ ભર્યુ હોય લોકોને આ તળાવ તરીને જવું પડે છે. વાહનચાલકો, ચાલીને આવતા લોકો પાંચવાર મુશ્‍કેલીનો સામનો કરી રહૃાા છે. તંત્ર જાણતું હોવા છતાં કોઈ કામ કરવા તૈયાર નથી. પ્રાંચ અધિકારી, મામલતદાર ખુદ આ યાતના સહી રહૃાા છે. જનતામાં ચર્ચાનો વિષય છે જો આવા અધિકારીને તંત્ર ઘ્‍યાને ન આવે તો સામાન્‍ય પ્રજાને શું સાંભળે ? રાજુલા પાલિકાએ નવા માર્ગો બનાવ્‍યા પરંતુ કોઈ લેવલ નથી. સામાન્‍ય વરસાદનાં ઝાપટાથી રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે. રોડ બનાવતા કયાંક લોખંડ પાથરેલ નથી તો કયાંક પીસીસીમાં ગોલમાલ કોન્‍ટ્રાકટરો ઘ્‍વારા રોડ તિજોરીમાં બન્‍યો વાસ્‍તવિકતા એ છે કે શિક્ષકસોસાયટી, બાપા સીતારામ ચોક આ રસ્‍તો બનાવવા પાલિકાએ રોડ ખોદી નાખ્‍યો પરંતુ પાંચથી છ માસ દરમિયાન આ રોડ બન્‍યો નથી. આ વિસ્‍તારના લોકો ત્રાહિમામ પોકારી ચુકયા છે. અહિં વાહન એક તરફ ચાલીને જવું દુષ્‍કર છે. આ જોવા છતાં પાલિકાનાં પેટમાં પાણી હલતુ નથી. માજી પ્રમુખ, ધારાસભ્‍ય, કાર્યકરો દિવસભર અવર-જવર કરે છે છતાં ઘ્‍યાન આપતા નથી. જો કે આ વિસ્‍તારનાં લોકોએ રજૂઆત કરીને થાકતા નકકી કર્યુ છે. જવાબ ચૂંટણી સમયે આપીશું.

error: Content is protected !!
%d bloggers like this: