સમાચાર

ખેતીપાકોની નુકસાનીનું સર્વે નિષ્‍ણાંતો દ્વારા થવું જોઈએ : તાલુકા પંચાયતનાં પ્રમુખ કીર્તિ ચોડવડીયા

તાલુકા પંચાયતનાં પ્રમુખ કીર્તિ ચોડવડીયાએ કરીમાંગ

ખેતીપાકોની નુકસાનીનું સર્વે નિષ્‍ણાંતો દ્વારા થવું જોઈએ

હાલમાં બિન અનુભવી વ્‍યકિતઓ દ્વારા સર્વે થતું હોય ખેડૂતોમાં અન્‍યાયની લાગણી

કપાસનાં પાકમાં વ્‍યાપક નુકસાન છતાં પણ સર્વેયરને નુકસાન નજરે ચડતું નથી

લીલા છોડ હોવા છતાં પણ કપાસ કે મગફળીને નુકસાન થયું છે તે હકીકત છે

અમરેલી, તા.17

અમરેલી પંથકમાં ભારે વરસાદથી લગભગ તમામ ખેતીપાકોને વ્‍યાપક નુકસાન થયું હોય ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની અંગેનું સર્વે તો શરૂ કરવામાં આવ્‍યું પરંતુ, તેમાં નિષ્‍ણાંતોને બદલે બિન અનુભવીઓ દ્વારા સર્વે કરવામાં આવતા ખેડૂતોમાં અન્‍યાયની લાગણી જોવા મળી રહી છે.

આ અંગે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કીર્તિભાઈ ચોડવડીયાએ જિલ્‍લા ખેતીવાડી અધિકારીને પત્ર પાઠવીને કૃષિ નિષ્‍ણાંતો દ્વારા સર્વે કરાવવા માંગ કરેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી તાલુકાનો ખેતીવાડીનો સર્વે ચાલી રહયો છે. જેમાં અમરેલી તાલુકાના બધા ગામોમાં ઉભા પાકને ઘ્‍યાને લેવામાં આવે છે પરંતુ હાલ લાંબા સમયથી અતિભારે વરસાદ પડવાના કારણે ખેતીમાં અને ખેત ઉત્‍પાદનમાં મસમોટું નુકસાન થયું છે. ખેતીવાડીની હાલની પોઝિશન અતિ ગંભીર છે. હાલ તલ, કઠોળ સદંતર નાશ પામેલ છે. તેમજ મગફળી, કપાસનો પાક પણ નુકસાન છે. કપાસના પાકમાંઉત્‍પાદનમાં નુકસાન પામે તેવો નજારો આંખે વળગે છે. કપાસનો પાક મોટો હોવા છતાં છાપકા અને જીંડવા તંતર ખરી ગયેલ છે. જેના કારણે ઉત્‍પાદન આવી શકે તેમ નથી. જેના કારણો વરસાદ છે. પાકને ઘ્‍યાને લેવામાં ન આવે અને ઉત્‍પાદનને ઘ્‍યાને લેવામાં આવે ખેતીવાડી દ્વારા સાઈન્‍ટીસ્‍ટ બોલાવી ખેતીવાડીમાં થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવે તેવી માંગ અંતમાં કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: