સમાચાર

અમરેલી જિલ્‍લામાં ‘‘નરેન્‍દ્ર મોદી”નાં જન્‍મદિને અનેકવિધ કાર્યક્રમો

જિલ્‍લાભરનાં ભાજપી કાર્યકર્તાઓમાં ‘‘નંદ ઘેર આનંદ ભયો”

અમરેલી જિલ્‍લામાં ‘‘નરેન્‍દ્ર મોદી”નાં જન્‍મદિને અનેકવિધ કાર્યક્રમો

જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં પ્રધાનમંત્રીનાં જન્‍મદિને સેવાકીય કાર્યોનું આયોજન

જિલ્‍લાનાં 70 કર્મયોગીઓનું સેવાકાર્ય બદલ સન્‍માન પણ કરવામાં આવશે

આજે ‘‘70 વર્ષ 70 કદમ ભારત નિર્માણના” ઈ-બુકનું લોચિંગ કરાશે

અમરેલી, તા. 16

ગુજરાત રાજયનાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને વિકાસનાં સ્‍વપ્‍ન દ્રષ્‍ટ દેશનાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીનાં 70માં જન્‍મદિન નિમિત્તે અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાનાં માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. સેવાકીય પ્રવૃતિઓનાં પક્ષ ઘ્‍વારા વડાપ્રધાનનો જન્‍મ દિવસ જિલ્‍લાભરનાં કાર્યકર્તાઓ ઉત્‍સાહ સાથે ઉજવશે. તેમ જિલ્‍લા ભાજપનાં મહામંત્રી અને સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં ઈન્‍ચાર્જ કમલેશ કાનાણી, સહ ઈન્‍ચાર્જ રીતેશ સોનીએ જણાવ્‍યું છે.

ટીમ જિલ્‍લા ભાજપનાં હોદેદારો, ચુંટાયેલા આગેવાનો, સહકારી આગેવાનો અને શુભેચ્‍છકોની ઉપસ્‍થિતીમાં નિચે મુજબનાં કાર્યક્રમો યોજાશે.

ધારી તાલુકા મંડલમાં ધારી બગીચામાં વૃક્ષા રોપણ કાર્યક્રમમાં રાજય કૃષિમંત્રી આર.સી. ફળદુ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ મંત્રી હિતેશભાઈ જોષી, મધુબેન જોષી, ધારીતાલુકા ભાજપનાં પ્રમુખ જીતુભાઈ જોષી, મહામંત્રી વિપુલભાઈ બુહા, અશ્‍વિનભાઈ કુંજડીયા તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં ઈન્‍ચાર્જ અતુલ કાનાણી,સહ ઈન્‍ચાર્જ જિજ્ઞેશગીરી ગોસાઈએ જહેમત ઉઠાવી છે. ચલાલા શહેર મંડલમાં ચલાલા સ્‍મશાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચલાલા શહેર પ્રમુખ મનસુખભાઈ ગેડીયા, મહામંત્રી પ્રકાશભાઈ કારીયા, હિમંતભાઈ દોંગા તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં સહ ઈન્‍ચાર્જ જયરાજભાઈ વાળાએ જહેમત ઉઠાવી છે. બગસરા તાલુકા મંડલમાં હામાપુર ગામે અને પછાત વિસ્‍તારનાં બાળકોને ફુ્રટ વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ સતાસીયા, મહામંત્રી વિપુલ કયાડા, મનુભાઈ પાટડીયા તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં ઈન્‍ચાર્જ મનસુખભાઈ સાંગાણી, સહ ઈન્‍ચાર્જ કીરીટભાઈ દેવમુરારી, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ માયાણીએ જહેમત ઉઠાવી છે. બગસરા શહેર મંડલ ખાતે પરશુરામ ધામમાં ભારતમાતા, સ્‍વામી વિવેકાનંદની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ મંત્રી રાજુભાઈ ગીડા, શહેર પ્રમુખ એ.વી. રીબડીયા, મહામંત્રી મુકેશભાઈ ગોંડલીયા, ભાવેશભાઈ મશરાણી તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં ઈન્‍ચાર્જ જયંતીભાઈ વેકરીયા, સહ ઈન્‍ચાર્જ ભુપતભાઈ ઉનાવાએ જહેમત ઉઠાવી છે.ખાંભા તાલુકા મંડલમાં શકિત કેન્‍દ્ર સહ વડાપ્રધાનમંત્રીનાં જન્‍મ દિવસ નિમીતે 70 વૃક્ષોનું વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ કોષાઘ્‍યક્ષ ભીખાભાઈ સરવૈયા, જિલ્‍લા યુવા ભાજપ પ્રમુખ આનંદ ભટૃ, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ શેલડીયા, મહામંત્રી અરવિંદભાઈ ચાવડા, દુલાભાઈ તરસરીયા, તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં ઈન્‍ચાર્જ નરેન્‍દ્રભાઈ ફીંડોળીયા, કાંતીભાઈ તંતીએ જહેમત ઉઠાવી છે.

તેવી જ રીતે અમરેલી શહેર મંડલમાં અલગ અલગ વોર્ડમાં સેવા સપ્‍તાહ દરમ્‍યાન માસ્‍ક વિતરણ, વિમા પ્રિમીયમ, ફુ્રટ વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની, જીતુભાઈ ડેર ,મંત્રી ભરત વેકરીયા, અલ્‍કાબેન દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, મહામંત્રી મનીષ ધરજીયા, બ્રિજેશ કુરૂન્‍દલે તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં ઈન્‍ચાર્જ મનિષ ધરજીયા, સહ ઈન્‍ચાર્જ દીલીપભાઈ વાળાએ જહમત ઉઠાવી છે. અમરેલી તાલુકા મંડલમાં 1. ચિતલ ગામે નોન કોવિડ-19 હોસ્‍પિટલ ખાતે દર્દીઓને ફુ્રટ વિતરણ. ર. જસવંત ગઢ ગામે બાળકોને નોટબુક વિતરણ જેવા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશીક વેકરીયા, જિલ્‍લા ઉપપ્રમુખ રંજનબેન ડાભી, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, મહામંત્રી કાળુભાઈ વાળા,દીલીપભાઈ સાવલીયા તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં ઈન્‍ચાર્જ કાળુભાઈ વાળા, સહ ઈન્‍ચાર્જ મનીષભાઈ વઘાસીયાએ જહેમત ઉઠાવી છે. કુંકાવાવ તાલુકા મંડલમાં કુંકાવાવ ખાતે ભારત માતા તેમજ સ્‍વામી વિવેકાનંદજીનાં મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ, 70 ભારત માતા અને નરેન્‍દ્રભાઈ મોદીજીનાં ફોટોનું વિતરણ જેવા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોને સફળ બનાવવા તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, મહામંત્રી રમેશભાઈ સાકરીયા, શૈલેષભાઈ ઠુંમર તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં ઈન્‍ચાર્જ રમેશભાઈ સાકરીયા, મનસુખભાઈ બરવાળીયાએ જહેમત ઉઠાવી છે.

તે જ રીતે લાઠી શહેર મંડલમાં સીવીલ હોસ્‍પિટલમાં ફુ્રટ, બાળકોને બિસ્‍કીટ ંિવતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ અનીલભાઈ નાંઢા, મહામંત્રી બાબુભાઈ મકવાણા, રાજુભાઈ મોતીસરીયા તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમના ઈન્‍ચાર્જ ભરતભાઈ પાડા, સહ ઈન્‍ચાર્જ મહેશભાઈ કોટડીયાએ જહમત ઉઠાવી છે. લાઠી તાલુકા મંડલમાં છભાડીયા ગામે ફુ્રટ, બિસ્‍કીટ વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા, તાલુકા પ્રમુખ ઘનશ્‍યામભાઈ સાવલીયા, મહામંત્રી જગદીશભાઈ ખૂંટ, દિનેશભાઈ જમોડ તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમના ઈન્‍ચાર્જ મગનભાઈ કાનાણી, સહ ઈન્‍ચાર્જ ભરતભાઈ સુતરીયાએ જહેમતઉઠાવી છે. દામનગર શહેર મંડલમાં આંગણવાડી કેન્‍દ્રનાં બાળકોને બિસ્‍કીટ, ચોકલેટ વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવાં શહેર ભાજપ પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા, મહામંત્રી સતીષગીરી ગૌસ્‍વામી, ધુ્રવભાઈ ભટૃ તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમ ઈન્‍ચાર્જ અને સહ ઈન્‍ચાર્જએ જહેમત ઉઠાવી છે.બાબરા શહેર મંડલમાં તમામ વોર્ડમાં (70) પક્ષી ઘર, ફુ્રટ વિતરણ કાર્યક્રમ, સફાઈ કાર્યક્રમ, રપ સપ્‍ટેબર પંડીત દીનદયાળ ઉપાઘ્‍યાયજીની પ્રતિમાને પુષ્‍પાંજલી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, મહામંત્રી વસંતભાઈ તેરૈયા, બીપીનભાઈ રાદડીયા તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમના ઈન્‍ચાર્જ રસીકભાઈ ગોજારીયા, દેવશીભાઈ મારૂ, બાબરા તાલુકા મંડલમાં બાબરા ખાતે ઉકાળા વિતરણ, સેનીટાઈઝર વિતરણ અને માસ્‍ક વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ મંત્રી જયાબેન ગેલાણી, પ્રમુખ નીતીનભાઈ પટેલ, મહામંત્રી મહેશભાઈ ભાયાણી, રાજુભાઈ વિરોજા તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં ઈન્‍ચાર્જ રાજુભાઈ વિરોજા, સહ ઈન્‍ચાર્જ વિપુલભાઈ કાચેલાએ જહેમત ઉઠાવી છે.

તે જ રીતે સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા ખાતે દરેક વોર્ડમાં ઉકાળા, સેનેટાઈઝર અને માસ્‍ક વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ મહામંત્રીકમલેશભાઈ કાનાણી, જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ જયોત્‍સનાબેન અગ્રાવત, સાવરકુંડલા શહેર પ્રમુખ મયુરભાઈ ઠાકર, મહામંત્રી જયસુખભાઈ નાકરાણી, એ.બી. યાદવ તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમના ઈન્‍ચાર્જ હેમાંગ ગઢીયા, સહ ઈન્‍ચાર્જ અનિરૂઘ્‍ધસિંહ રાઠોડએ જહેમત ઉઠાવી છે. સાવરકુંડલા તાલુકા મંડલમાં વિજપડી ગામે માસ્‍ક વિતરણ તથા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા પ્રમુખ જયસુખભાઈ સાવલીયા, મહામંત્રી પ્રકાશભાઈ પાનસુરીયા, ભનુભાઈ મોર તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમનાં ઈન્‍ચાર્જ શંભુભાઈ મકવાણા, સહ ઈન્‍ચાર્જ નારણભાઈ મેરે જહેમત ઉઠાવી છે. લીલીયા તાલુકા મંડલમાં અંટાળીયા ગામે અંટાળીયા મહાદેવ, વાવ વાળા ખોડીયાર મંદિર, અમરેલી રોડ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ મંત્રી મંજુલાબેન વિરડીયા, તાલુકા પ્રમુખ ભનુભાઈ ડાભી, મહામંત્રી હસમુખભાઈ હપાણી, ભીખાભાઈ ધોરાજીયા તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમના ઈન્‍ચાર્જ તુષારભાઈ ધોરાજીયા, સહ ઈન્‍ચાર્જ યોગેશભાઈ દવેએ જહેમત ઉઠાવી છે.

તે જ રીતે રાજુલા શહેર ભાજપ મંડલમાં નવી મામલતદાર ઓફીસ પાસે માસ્‍ક વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, ઉપપ્રમુખ વંદનાબેન મહેતા, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડુમોર,મહામંત્રી મહેન્‍દ્રભાઈ ધાખડા, મયુરભાઈ દવે તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમના ઈન્‍ચાર્જ મહેન્‍દ્રભાઈ ધાખડા, સહ ઈન્‍ચાર્જ સંદીપભાઈ ટાંકે જહેમત ઉઠાવી છે. રાજુલા તાલુકા મંડલમાં કડીયાળી ગામ ખાતે દીવ્‍યાંગોને લાકડી અને ચસ્‍મા વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવાં તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખત્રોણા, મહામંત્રી વિક્રમભાઈ શીયાળ, ઘનશ્‍યામભાઈ સાવલીયા તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમ ઈન્‍ચાર્જ વિક્રમભાઈ શીયાળ, સહ ઈન્‍ચાર્જ ગુણવંતભાઈ ધારેશ્‍વરે જહેમત ઉઠાવી છે. જાફરાબાદ તાલુકા મંડલમાં બાબરકોટ ગામ મુકામે સવારે 10:00 કલાકે પંડીત દીનદયાળજીની જન્‍મ જયંતી નિમીત્તે પ્રાર્થના તથા ભાવાંજલી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા પ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી, મહામંત્રી જીતુભાઈ મકવાણા, તુષારભાઈ ત્રિવેદી તથા સેવા સપ્‍તાહ કાર્યક્રમ ઈન્‍ચાર્જ કુલદીપભાઈ વરૂ, સહ ઈન્‍ચાર્જ મનસુખભાઈ મકવાણાએ જહેમત ઉઠાવી છે. જાફરાબાદ શહેર મંડલમાં સરકારી હોસ્‍પિટલમાં દર્દીઓને ફુ્રટ વિતરણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા ભાજપ મંત્રી ચેતનભાઈ શીયાળ, શરમણભાઈ બારૈયાએ જહેમત ઉઠાવી છે. આમ જિલ્‍લાભરમાં નરેન્‍દ્રભાઈ મોદીજીનાં જન્‍મ દિવસે જિલ્‍લાભરમાં સંગઠન ઘ્‍વારા કાર્યક્રમો યોજાશે.

 

error: Content is protected !!
%d bloggers like this: